Malaika Arora Went To Saloon After She Got Well From Covid-19
  • Home
  • Featured
  • Photos: કોરોનાથી ઠીક થતાની સાથે જ મલાઇકા પહોંચી આ જગ્યાએ, તસવીરો થઈ વાયરલ

Photos: કોરોનાથી ઠીક થતાની સાથે જ મલાઇકા પહોંચી આ જગ્યાએ, તસવીરો થઈ વાયરલ

 | 4:28 pm IST

બોલીવુડની ‘મુન્ની’ એટલે કે મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તે કોરોના પોઝિટિવ આવી હતી, ત્યારબાદ તેણે ખુદને ઘરમાં ક્વોરન્ટાઇન કરી લીધી હતી. જોકે હવે મલાઇકા અરોરા બિલકુલ ઠીક છે, પરંતુ કોરોનામાં તેની હાલત એવી થઈ ગઈ કે ઠીક થતા જ તે સૌથી પહેલા સલૂન પહોંચી. મલાઇકા અરોરા ઠીક થયા બાદ ઘરેથી બહાર નીકળી અને સીધી સલૂનમાં જતી જોવા મળી.

કહેવામાં આવી રહ્યું છે કે સલૂન મલાઇકા અરોરાના ઘરની પાસે જ છે. આ કારણે ઠીક થયા બાદ તે ત્યાં પહોંચી. વિરલ ભાયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર મલાઇકા અરોરાનો વિડીયો શેર કર્યો છે, જેમાં સલૂન એક્સપર્ટ મલાઇકાના વાળ ઠીક કરતો જોવા મળી રહ્યો છે. આને જોઇને એવું લાગી રહ્યું છે કે તે હેયર સ્પા લેવા ગઈ હશે. મલાઇકા અરોરાને તરત કોરોના વાયરસથી ઠીક થયા બાદ સલૂનની બહાર જોઇને સોશિયલ મીડિયા યૂઝર તેને ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે મલાઇકા અરોરા ઠીક થયા બાદ પોતાની જર્ની પણ શેર કરી ચુકી છે. મલાઇકાએ કોરોના ઠીક થયાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર આપ્યા હતા. સાથે જ લખ્યું હતુ કે રૂમથી બહાર નીકળવું પણ આઉટિંગ જેવું છે.

આ વિડીયો પણ જુઓ: કેબિનેટ બેઠકમાં લેવાશે ફી મામલે નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન