malaika broke his silence on the news of breakup with Arjun Kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • બ્રેકઅપ પર પહેલીવાર મલાઈકાએ તોડ્યું મૌન, હવે થયું કન્ફર્મ

બ્રેકઅપ પર પહેલીવાર મલાઈકાએ તોડ્યું મૌન, હવે થયું કન્ફર્મ

 | 1:01 pm IST
  • Share

  • આખરે મલાઈકાએ તોડ્યું મૌન 

  • બ્રેકઅપ પર પહેલીવાર મલાઈકાએ કરી ખુલીને વાત 

  • મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી 

 

થોડા દિવસ પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. જો કે પછી અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે પોતાની એક તસવીર શેર કરી હતી  અને તેણે અફવાઓને નકારી કાઢી હતી. હવે મલાઈકાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.. તેણે પોતાનાથી નાના છોકરાને ડેટ કરવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

આખરે મલાઈકાએ તોડ્યું મૌન 

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે “ના, પરંતુ ખરેખર, પોતાની ઉમરના 40ના દાયકામાં પ્રેમ મળવો એ એક સામાન્ય વાત છે. પોતાની ઉમરના 30ના દાયકામાં નવો પ્રેમ શોધવો અને પામવો તે પણ સહજ વાત છે. પોતાને અને પોતાના ઉદેશ્યને ઉમરના 50માં દાયકામાં પણ શોધવાને સામાન્ય રીતે લો. મલાઈકાએ આગળ કહ્યું જિંદગી ટ્વેંટીઝમાં ખતમ નથી થઈ જતી. એવું વિચારવાનું બંધ કરી દો. મલાઈકાની આ સ્ટોરી તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી છે. આ રીતે બંનેએ સાથે મળીને યોગ્ય જવાબ આપ્યો જે તેમની ઉંમરના તફાવત પર સવાલ ઉભા કરે છે.

બ્રેકઅપ પર પહેલીવાર મલાઈકાએ કરી ખુલીને વાત 

અર્જુન કપૂરે અગાઉ બ્રેકઅપના સમાચાર બાદ પોતાનો અને મલાઈકાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો. તેણે અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ ખોટી અફવાઓ માટે કોઈ જગ્યા નથી. સલામત  રહો..તમારી સંભાળ રાખો..તમને સૌને પ્રેમ. બી-ટાઉનના ઘણા સેલેબ્સે કોમેન્ટ સેક્શનમાં આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મલાઈકા અરોરાએ પોતે પોતાની તસવીર પર હાર્ટ ઈમોજી લગાવી છે. ‘એક વિલન રિટર્ન્સ’ના અર્જુનના કો-એક્ટર, તારા સુતારિયાએ લખ્યું, ‘હા’! તમે લોકો ‘લાલ હ્રદય સાથે અને આલિંગન આપતું ઇમોજી પોસ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ કપલ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યું છે, જો કે હજુ સુધી આ અંગે કંઈ સ્પષ્ટ નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો