Malaika reveals about working during Pregnancy and after 40 Days of Delivery
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘આઈટમ ગર્લ’ મલાઈકા અરોરાએ વર્ષો બાદ કર્યો ઘટસ્ફોટ, કહ્યું – પ્રેગ્નેન્સી દરમિયાન પણ….

‘આઈટમ ગર્લ’ મલાઈકા અરોરાએ વર્ષો બાદ કર્યો ઘટસ્ફોટ, કહ્યું – પ્રેગ્નેન્સી દરમિયાન પણ….

 | 4:22 pm IST

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. આ ફોટા અને વીડિયોને લઈને ઘણીવાર અભિનેત્રીના વખાણ થાય છે અને ઘણીવાર ટીકા. જોકે ફિલ્મોથી દૂર રહેવા છતાયે મલાઈકાએ બોલિવૂડમાં પોતાની એક આગવી ઈમેજ બનાવી રાખી છે. પરંતુ તાજેતરમાં જ તેણે પોતાની જીંદગીને લઈને એક ખુલાસો કર્યો છે.

મલાઈકાએ આ અગાઉ પોતાના રંગને લઈને પડેલી મુશ્કેલીનો ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રીએ પોતાની પ્રેગ્નેન્સીને લઈને નવો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિક્ટર’માં આ વાત કહી હતી.

મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, તેણે પ્રેગ્નેન્સી પહેલા પણ કામ કર્યું હતું. એટલુ જ નહીં પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામમાં વ્યસ્ત રહી અને ડિલિવરીના માત્ર 40 જ દિવસ બાદ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મલાઈકાએ કહ્યું હતું કે, તેણે પોતાના બાળક માટે માત્ર 40 જ દિવસની રજા લીધી હતી, કારણ કે મારી માતાએ પણ કહ્યું હતું કે તારી કામ કરવુ જોઈએ.

આ અગાઉ અભિનેત્રી મલાઈકા અરોરાએ એવું જણાવ્યું કે, શ્યામવર્ણા રંગને કારણે તેને શરૂઆતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભેદભાવનો ભોગ બનવું પડયું હતું. અરોરાએ કહ્યું કે જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કાળા-ધોળાનું સામ્રાજ્ય ફેલાયું હતું.મને હંમેશાં કાળા રંગની કેટેગરીમા રાખવામાં આવી હતી. ચેટ શોમાં અરોરાએ પોતાના ડ્રીમ વેડિંગ સાથે અર્જુન કપૂરના સંબંધ સુદ્ધાંની પણ વાત કરી હતી. અરોરાએ કહ્યું કે, મારો રંગ શ્યામવર્ણો હોવાથી શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન