Malala Yousafzai Again Comments On Situation Jammu And Kashmir
  • Home
  • Featured
  • મલાલા યૂસુફઝઈએ કાશ્મીર પર કર્યા ચોંકાવનારા ટ્વિટ, BJP સાંસદે બોલતી કરી બંધ

મલાલા યૂસુફઝઈએ કાશ્મીર પર કર્યા ચોંકાવનારા ટ્વિટ, BJP સાંસદે બોલતી કરી બંધ

 | 4:56 pm IST

નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને પાકિસ્તાનમાં શિક્ષણ અધિકારો માટે કામ કરનારી મલાલા યૂસુફઝઈએ જમ્મુ-કાશ્મીર પર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રથી અપીલ છે કે તે કાશ્મીરમાં શાંતિ માટે કામ કરે અને બાળકોને સ્કૂલ જવામાં મદદ કરે. મલાલા ભલે નૉબેલ શાંતિ પુરસ્કાર જીતી હોય, પરંતુ તેના જમ્મુ-કાશ્મીર પરનાં નિવેદનોમાં જોઇ શકાય છે કે ભારતનાં પ્રત્યેનાં દ્વેષથી તે પણ બચી શકી નથી.

કાશ્મીરનાં બાળકોનાં શિક્ષણને લઇને ચિંતા વ્યક્ત કરી

મલાલા યૂસુફઝઈએ શનિવારનાં ટ્વિટ કર્યું કે, ‘હું યૂએનજીએ (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા) અને તેની બહાર નેતાઓથી અપીલ કરું છું કે કાશ્મીરમાં શાંતિ માટે કામ કરે. કાશ્મીરની અવાજ સાંભળે અને બાળકોને સુરક્ષિત સ્કૂલ મોકલવામાં મદદ કરે.’ 22 વર્ષિય મલાલાએ કહ્યું કે, ‘તે એ રિપોર્ટ્સને જાણ્યા બાદ ચિંતિત છે કે 40 દિવસથી બાળકો સ્કૂલ નથી જઇ શક્યા.’ તેણે ટ્વિટ કર્યું કે, ‘હું કાશ્મીરમાં રહેનારી છોકરીઓથી અત્યારે સીધી વાત કરવા માંગુ છું. કાશ્મીરમાં સંચાર માધ્યમો પર પ્રતિબંધોનાં કારણે લોકોની વાતો જાણવા માટે ઘણા લોકોને ઘણી બધી મહેનત કરવી પડી. કાશ્મીરી દુનિયાથી અલગ છે અને તેઓ પોતાની વાત નથી રાખી શકતા. કાશ્મીરને બોલવા દો.’

મલાલા પોતાના દેશની લઘુમતી છોકરીઓ પર થઇ રહેલા અત્યાચારોની વાત કરે

મલાલાની ટિપ્પણી પછી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ શોભા કરંદલાજેએ તેમને પ્રશ્ન કર્યો છે. શોભાએ કહ્યું કે, ‘મલાલાએ પોતાના દેશમાં લઘુમતી છોકરીઓનાં જબરદસ્તી ધર્માંતરણ અને સતામણીઓ પર અવાજ ઉઠાવવો જોઇએ.’ શોભાએ કહ્યું કે, “નોબેલ વિજેતાથી ઈમાનદારી સાથે વિનંતી કરી રહી છું કે તે પાકિસ્તાની લઘુમતીઓ સાથે કેટલોક સમય પસાર કરે. પોતાના દેશમાં જ લઘુમતી છોકરીઓ પર થઇ રહેલી સતામણીઓ પર બોલે. વિકાસાત્મક એજન્ડા કાશ્મીર સુધી વધ્યો, કંઇ પણ ઓછું નથી થયું.”

આ વિડીયો પણ જુઓ: વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણીની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન