પ્રિયા પ્રકાશની આંખોની અદાઓએ સોશિયલ મીડિયાને કર્યું ઘેલું - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • પ્રિયા પ્રકાશની આંખોની અદાઓએ સોશિયલ મીડિયાને કર્યું ઘેલું

પ્રિયા પ્રકાશની આંખોની અદાઓએ સોશિયલ મીડિયાને કર્યું ઘેલું

 | 2:17 pm IST

ઈન્ટરનેટ પર હાહાકાર મચાવનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ઉરુ અડાર લવ’ નુ ગીત ‘Manikya Malaraya Poovi’ નાં એક વીડિયો ક્લિપમાં આંખોના ઈશારાને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. પ્રિયા પ્રકાશ આંખનાં ઈશારાનો અંદાજ ટ્રેન્ડ બની ગયો છે.

સોશિયલ મીડિયા પર પ્રિયાનો વીડિયો વાયરલ થવાની સાછે લોકો મજાક કરવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર અને ફેસબુક પર અભિનેત્રીની આંખ મારવાની, હસવાની અને આઈબ્રો ઉંચી કરવાની સ્ટાઈલ સાછે ઘણા Memes જોવા મળી રહ્યા છે. કેટલાંક વીડિયો તો એટલાં ફની છે કે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેને જોઈને લોકો હંસવાનું રોકી નથી શકતા. જેવી રીતે રાતોરાત પ્રિયાનો વીડિયો વાયરલ થયો તેવી જ રીતે અભિનેત્રીનો રેમોન્ટીંક અંદાજ પર બનેલાં Memes પણ ટ્રેન્ડમાં છે.

આજકાલ લોકો કેટલાં ક્રિએટીવ થઈ ગયા છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલા Memes ને જોઈને ખબર પડી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકોએ રાજનેતાઓને પણ બાકી નથી રાખ્યા. અરવિંદ કેજરીવાલ, ડોનાલ્ડ ટ્રંપ, ઋૃતિક રોશન, મહેન્દ્ર સિંહ પર બનાવામાં આવેલાં Memes બહુ ફની છે.

ફિલ્મમાં ગીતમાં આંખોની ભાષાથી કેટલાંક પ્રેમી યુગલોની વાત કરતા બતાવામાં આવ્યું છે. આ ગીત શાન રહમાનએ કમ્પોઝ કર્યું છે. સ્કૂલ રોમાન્સનું આ ગીત યૂટયૂબ પર લોકો પંસદ કરી રહ્યા છે. પ્રિયાની સુંદરતાની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે.