Indian preacher Zakir Naik will not be deported from Malaysia
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતને જોરદાર ઝાટકો, ખુદ મલેશિયાના PMએ કહી દીધું કે ઝાકિર નાઇકને સોંપાશે નહીં

ભારતને જોરદાર ઝાટકો, ખુદ મલેશિયાના PMએ કહી દીધું કે ઝાકિર નાઇકને સોંપાશે નહીં

 | 2:26 pm IST

વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઇકની મુશ્કેલીઓ થોડીક ઓછી થઇ ગઇ છે. મલેશિયામાં રહેતા નાઇકને પ્રત્યર્પણની ત્યાંની સરકારે ના પાડી દીધી છે. મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે શુક્રવારના રોજ કહ્યું કે તેમણે ભારત મોકલાશે નહીં. આપને જણાવી દઇએ કે ઝાકિર નાઇક કેટલાંક સમયથી મલેશિયામાં શરણ લઇને રહેતો હતો.

ભારત અને મલેશિયાની વચ્ચે આતંકવાદથી છુટકારાને લઇ વધતા સહયોગ છતાંય નાઇક મલેશિયામાં શરણ મેળવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી મેનારોજ ત્યાંની મુલાકાત બાદ નાઇકની મુશ્કેલી વધી ગઇ. મલેશિયન વડાપ્રધાને પણ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ નાઇકને પાછો ભારત આપશે. આની પહેલાં કેટલીય વખત નાઇકે ભારત પરત ફરવાનો ઇન્કાર કર્યો છે.

મેડિકલ ડૉકટર તરીકે કેરિયરની શરૂઆત કરનાર નાઇક 1990ના દાયકામાં ટેલિવિઝન પર ઉપદેશ આપવા લાગ્યો હતો. જો કે બાદમાં બ્રિટન અને કેનેડા સહિત કેટલાંય પશ્ચિમી દેશો અને બાંગ્લાદેશના શેખ હસીના સરકારે તેમના વિવાદાસ્પદ ભાષણોના લીધે તેમની એન્ટ્રી પર આપણે ત્યાં રોકી દીધા હતા. બાંગ્લાદેશ પોતાના ત્યાં તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા માટે નાઇકને જવાબદાર માને છે. આ હુમલો 2016માં ઢાકામાં થયો હતો.

51 વર્ષના ઝાકિરની વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ અને આતંકના મામલામાં એનઆઇએ તપાસ કરી રહ્યું છે. મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ કેસમાં એનઆઇએ એ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી રાખી છે.
નાઇકની વિરૂદ્ધ ગેરકાયદાકીય ગતિવિધિ રોકથામ અધિનિયમ (યુએપીએ) અને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની વિભિન્ન કલમોમાં કેસ નોંધાયો છે. ઝાકિર પર આઇઆરએફની કલમ 10 UA (P), અને IPCની 120B, 153A, 298 and 505 (2) કલમો લગાવી છે. તપાસમાં એ પણ કહેવાયું હતું કે ઝાકિર નાઇક પોતાના ભાષણોથી વિભિન્ન સમુદાયોની વચ્ચે નફરત ઉભી કરી રહ્યા હતાં