Set to Woo China, Maldives Tells India to Withdraw Helicopters, Personnel
  • Home
  • India
  • ચીને માલદીવ પર કર્યો પોતાનો કબ્જો? ભારતને માટે મોટી આફત

ચીને માલદીવ પર કર્યો પોતાનો કબ્જો? ભારતને માટે મોટી આફત

 | 11:09 pm IST

ભારતના પડોશીઓ સાથે ચીન પોતાના સંબંધ વધુને વધુ મજબૂત કરી રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાન અને શ્રીલંકા પછી ચીનના સમર્થનથી અબ્દુલ્લા યામીનની સરકાર ભારતની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. માલદીવે ભારતને પોતાના સૈનિકો અને હેલિકોપ્ટર પાછા ખસેડવાની વાત કરી છે. માલદીવ અને ભારત વચ્ચેનો કરાર જૂન મહિનામાં જ સમાપ્ત થઈ રહ્યો છે. આ નવી ઘટનાથી ભારત અને ચીન વચ્ચે તનાવમાં પણ વધારો જોવા મળશે.

છેલ્લા ઘણાં સમયથી ભારત માલદીવમાં પોતાની એક મજબૂત સ્થિતિ બનાવી ચુક્યું હતું, સિવિલિયન અને સેના વચ્ચેના જંગ પછી ચીન ત્યાં આર્થિક અને ઈન્ફાસ્ટ્રક્ચર મદદ કરી રહ્યું છે. થોડાં દિવસ પહેલાં ભારતે માલદીવમાં યામીન સરકારના રાજકીય વિરોધીઓને મદદ રૂપ થયું હતું અને ઈમરજન્સીનો પણ ભારતે વિરોધ કર્યો હતો. જે પછી હાલના રાષ્ટ્રપતિ યામીનના વિરોધીઓએ ભારત પાસે સૈન્ય હસ્તક્ષેપની પણ માંગણી કરી હતી.

આ તમામ વચ્ચે માલદીવમાં ભારત વિરોધી માહોલ તૈયાર કર્યો હતો. જેની સીધી અસર ભારત અને માલદીવના રક્ષા સંબંધિત કાર્યક્રમો પર પણ અસર થઈ છે. જેના કારણે ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં નાના દેશોની આર્થિક ઝોન તૈયાર કરવા અને સમુદ્રી લુટેરાંથી બચાવવા માટે ચલાવવામાં આવતું હતું.

માલદીવે તેને ફરીથી રિન્યૂ કરવાની ના પાડી છે અને ભારતને તેના બંને હેલિકોપ્ટર હટાવી દેવા માટે પણ કહ્યું છે. જૂનના અંત સુધીમાં માલદીવે ભારતના બંને હેલિકોપ્ટર હટાવવા માટે કહ્યું છે.

અગાઉ માલદીવ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, ભારતને પોતાના બીજા હેલિકોપ્ટર હટાવવા માટે કહેવામાં આવ્યું નથી. પરંતુ હાલમાં માલદીવ યામીન સરકારે હેલિકોપ્ટરના દેખરેખ માટે નિયુક્ત કરેલા ભારતીય નૌસેના અધિકારીઓથી નાખુશ છે. તેમજ અધિકારીઓની હાજરીના કારણે માલદીવે ભારતના ચોપરો હટાવવા માટે કહ્યું છે.

ભારત સરકારે માલદીવને ભેટમાં 2 ALH હેલિકોપ્ટર અને 6 પાયલોટ અને બીજા કેટલોક સ્ટાફ આપ્યો હતો. માલદીવમાં રાષ્ટ્રીય સુરક્ષા ફોર્સની મદદ માટે તેને ત્યાં રાખવામાં આવ્યા હતા. આ મામલે ભારતમાં હાજર માલદીવ રાજદૂત અહમદ મોહમ્મદે કોઇ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. બીજી તરફ ચીન તરફથી સતત માલદીવ અને શ્રીલંકને મદદ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. જે જોતાં ભારત માટે આગામી સમયમાં મુશ્કેલી વધી શકે છે.

ભારત અને માલદીવ આ આઈલેન્ડ પર ભેગા મળીને નજર રાખી રહ્યું છે. ભારતના દક્ષિણ પશ્ચિમમાં 400 કિમી દૂર આવેલા આ નાના દેશ પર ચીન અને મિડલ ઈસ્ટ વચ્ચે દુનિયાનું સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ છે. માલદીવમાં ભારતના હેલિકોપ્ટરની સાથે 50 સેના જવાનો પણ રહેલા છે.