"તમે નથી રહ્યાં પહેલાં જેવા..." જાણો પુરુષોનો સ્વભાવ બદલવાનું કારણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • “તમે નથી રહ્યાં પહેલાં જેવા…” જાણો પુરુષોનો સ્વભાવ બદલવાનું કારણ

“તમે નથી રહ્યાં પહેલાં જેવા…” જાણો પુરુષોનો સ્વભાવ બદલવાનું કારણ

 | 2:24 pm IST
  • Share

લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ થોડા સમય પછી દરેક પત્નીના મોઢે એક વાત સાંભળવા મળે છે કે, “તમે પહેલાં જેવા નથી રહ્યા..” આવું થવા પાછળનું કારણ મોટાભાગે એવું હોય છે કે સગાઈથી લગ્ન સુધીના સમયમાં અને લગ્ન પછીના થોડા વર્ષમાં પતિનો સ્વભાવ અને આદતો જેવા હોય છે તેમાં પરીવર્તન આવી જાય છે. લગ્ન પહેલાં કલાકોના કલાકો એકબીજા સાથે વાતો કરવામાં પસાર થઈ જતાં હોય છે જ્યારે લગ્ન પછી પુરુષો કામને વધારે મહત્વ આપવા લાગે તો સમયનો અભાવ સ્ત્રીઓને સતાવા લાગે છે. આ સમસ્યા લગભગ દરેક ઘરમાં હોય છે. આવું થવા પાછળ સૌથી મોટું કારણ તેમની ઉંમરમાં થતો વધારો હોય છે. તો જાણી લો કેવી રીતે પુરુષોના સ્વભાવ પર થાય છે ઉંમરની અસર.

– 25 વર્ષ સુધીની ઉંમરમાં યુવકોને સુંદરતા સૌથી વધારે આકર્ષે છે. તેથી સંબંધની શરૂઆતમાં તેઓ યુવતીઓના વખાણ કરવા, તેમની સાથે સમય પસાર કરવો તેમને ગમે છે. આ ઉંમરમાં તેમનામાં મેચ્યોરિટી ઓછી હોય છે.

– 30 વર્ષ સુધીની ઉંમરમાં યુવકોને તેમની પાટર્નર લાગણીશીલ હોય તે ગમે છે. લાગણીને સમજે અને દરેક સ્થિતીમાં સાથ આપે તેવી અપેક્ષાઓ આ ઉંમરમાં હોય છે. આ ઉંમરમાં યુવકોને છોકરમતમાં રસ રહેતો નથી.

– 30ની ઉંમર પછી યુવકો પરીવારની જવાબદારી સંભાળવાની શરૂઆત કરે છે અને એ વાતને પણ સમજવા લાગે છે કે સુંદરતા જીવનભર નથી રહેતી. તેથી આ ઉંમરમાં સુંદરતાના વખાણ, સાથે સમય પસાર કરવા જેવા કામમાં ઘટાડો થઈ જાય છે અને સ્ત્રીઓને લાગે છે કે પતિને તેમનામાં રસ નથી રહ્યો. પરંતુ આવું નથી હોતું આ ઉંમરમાં પુરુષો પોતાની પાર્ટનર પાસેથી સમજદારીની અપેક્ષા રાખતાં હોય છે.

– 35 વર્ષ પછી પુરુષો પરિપક્વ થઈ જાય છે, આ સમયમાં તેમને એક જ અપેક્ષા હોય છે કે તેમની સાથી સમજદારીથી પરીવારને સાચવી અને સમજ સાથે આગળ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન