Male officers are being victim of unconventional marriages
  • Home
  • India
  • દહેજની લાલચે મનમેળ વગરના લગ્નોનો ભોગ બની રહ્યાં છે પુરુષ અધિકારીઓ

દહેજની લાલચે મનમેળ વગરના લગ્નોનો ભોગ બની રહ્યાં છે પુરુષ અધિકારીઓ

 | 5:54 pm IST

કાનપુરમાં એક યુવા આઈપીએસ અધિકારીએ ઘરકંકાશથી કંટાળીને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલાં બિહારના એક આઈએએસ અધિકારીએ ગાઝિયાબાદમાં ગત વર્ષે રેલવેની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આવી ઘટનાઓ સતત વધી રહી છે. યુવા અધિકારીની આત્મહત્યા પાછળના કારણો કયા છે. એવી વિવિધ ઘટનાઓના કારણો સામે આવી રહ્યાં છે.

તેમાં એક સર્વસામાન્ય વાત એ છે કે પ્રશાસક અધિકારી હોવાને કારણે ખાસ કરીને બિહાર અને યુપીમાં લગ્નબજારમાં કરોડોનો ભાવ મળવાને કારણે છોકરાના માતાપિતા દહેજની લાલચમાં આવીને મનમેળ વગરના લગ્નો કરાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં છોકરો તો સામાન્ય પરિવારનો હોય છે પરંતુ કરોડોનું દહેજ લાવનાર છોકરી ધનાઢય પરિવારની હોવાને કારણે થોડા દિવસો પછી ખટપટ શરૂ થાય છે અને ભવિષ્યમાં એકના મોત સાથે ખતમ થાય છે. હકિકત એ છે કે, દહેજ પ્રથા જ આ ઘટનાના મૂળમાં છે.

બીજા કોઈ પર દોષારોપણ
બીજા કોઈ પર દોષારોપણ આ કાયદામાં પતિ કે પત્નીની ઉપરાંત કોઈ ત્રીજી વ્યક્તિને છૂટાછેડાના દોષિત ઠેરવવામાં આવે તો ભારે દંડ લાગી શકે છે.ન્યૂ મેક્સિકો અને મેસિસિપી સહિત અમેરિકાના સાત રાજ્યોમાં લાગુ આ કાયદા હેઠળ એવું સાબિત કરવું પડશે કે ત્રીજી કોઈ વ્યક્તિને કારણે તેના લગ્ન તૂટયાં છે.

શરત જીતવા માટે લગ્ન
લગ્ન કરવા કોઈ રમત વાત નથી પરંતુ અમેરિકાના ડેલવેરમાં જો તમે આવું કરો તો કાયદો તમારી સાથે છે. જો કોઈ દંપતી મજાક કે જોશમાં લગ્ન કરે તો છૂટાછેડાની અરજી આપી શકે છે. એવા પણ ઘણા કિસ્સાઓ બન્યાં હતા જેમાં લોકો નશામાં શરત લગાડી હોય અને લગ્ન કરી લીધા હોય.

પાર્ટનરનું માનસિક અસંતુલન
ન્યૂયોર્કમાં જો તમે સાબિત કરી શકો કે તમારો સાથી પાગલ છે તો આ આધારે તે છૂટાછેડાની માગણી કરી શકે છે. જોકે તેને માટે લગ્ન દરમિયાન ઓછામાં ઓછામાં 5 વર્ષ સુધી ભાગીદારની માનસિક હાલત ખરાબ હોય તો તે શક્ય બને છે.

બીજા કોઈ સાથે લગ્ન
ઓસ્ટ્રેલિયાના અબોરિઝનલ મૂળ નિવાસીઓમાં મહિલાઓની પાસે તલાક લેવાના ઘણાં કારણો હોય છે. એક ઉપાય ભાગીને લગ્ન કરવાનો છે તેની સાથે તેના પહેલા લગ્ન રદ થાય છે પરંતુ આગળના લગ્ન તૂટવા પણ સરળ છે.

તલાક ગેરકાનૂની
ફિલિપીન્સમાં કેટલાક મુસ્લિમ ફિલિપીન્સની ઉપરાંત ઘણા લોકો માટે તલાક ગેરકાનૂની છે. તે ઉપરાંત 98 ટકા કેથોલિક ઈસાઈવાળા વિસ્તાર માલ્ટામાં પણ તલાક ગેરકાનૂની છે.

દૂર-દૂર રહેવાને કારણે
એસ્કિમોના લોકો તલાક લેવાનો નિર્ણય કરે છે ત્યારે સૌથી પહેલા એકબીજાથી અલગ રહેવાનું શરૂ કરે છે. તેમનામાં અલગ અલગ રહેવાનો અર્થ જ તલાક કહેવાય છે.

તલાકની ઉજવણી
ન્યૂયોર્ક અને અમેરિકાના બીજા મોટા શહેરોમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે. જે તલાક પાર્ટી આયોજિત કરાવે છે. લાસ વેગાસ, લોસ એન્જલસ અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરો પાર્ટીઓનો ગઢ છે.

સમાજની વધતી ચિંતા
લગાતાર વધી રહેલી આવી ઘટનાઓએ હવે સમાજવિજ્ઞાનીઓને ચિંતામાં નાખી દીધાં છે. તેમનું કહેવું છે કે દહેજ આ ઘટનાના મૂળમાં છે. એવા ઘણા કિસ્સાઓમાં છોકરાના માતાપિતા પણ દોષિત છે. મધ્યમ વર્ગનો કોઈ છોકરો જ્યારે તનતોડ મહેનતથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરે છે. ત્યારે તેના ઘરે છોકરીવાળાની લાઈન લાગી જાય છે. છોકરાના માતાપિતા તેમના સંતાનની સફળતાનો લાભ ઉઠાવીને પૈસાની લાલચમાં તેનો સંબંધ કોઈ પૈસાદાર ઘરમાં નક્કી કરી નાખે છે. બે અલગ અલગ સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના છોકરા-છોકરીઓની વચ્ચે શરૂ-શરૂમાં તો બધું ઠીક રહે છે પરંતુ પાછળથી ખટપટ થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડામાં જણાવ્યાનુસાર ભારતમાં દર આઠ મિનિટે એક વિવાહિત પુરુષ આત્મહત્યા કરે છે.

દહેજપ્રથા જવાબદાર
તમામ કાયદા-કાનૂનો અસ્તિત્વમાં હોવા છતાં પણ બિહાર અને યુપીમાં હજુ પણ લગ્નબજારમાં પ્રશાસક સેવાઓના અધિકારીઓની મોટી માગ છે. પૈસાદાર વર્ગ તેમની છોકરીઓ માટે આઈએએસ અથવા આઈપીએસ વર મેળવવા માટે કરોડોની રકમ આપવા તૈયાર હોય છે. પરંતુ સમાજમાં લગાતાર ઘટતી સહિષ્ણુતાને કારણે હવે ઘણા કેસોના ઘાતક પરિણામો મળી રહ્યાં છે. હાલના દિવસોમાં આવી છ ઘટનાઓ બની ચૂકી છે. બલિયાના આઈપીએસ અધિકારી સુરેન્દ્રકુમાર દાસે ગત અઠવાડિયે સલ્ફાસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હવે એ વાત સ્પષ્ટ બની ચૂકી છે કે મનમેળ વગરના લગ્નો આ યુવા અધિકારીને આત્મહત્યા તરફ ધકેલી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન