Malika, Deepika and Jhanvi Kapoor's Red Look In Award Show
  • Home
  • Featured
  • Photos: એવૉર્ડ નાઇટમાં છવાયો મલાઇકા, દીપિકા અને જ્હાન્વીનો રેડ લૂક, જોઇલો શાનદાર તસવીરો

Photos: એવૉર્ડ નાઇટમાં છવાયો મલાઇકા, દીપિકા અને જ્હાન્વીનો રેડ લૂક, જોઇલો શાનદાર તસવીરો

 | 10:41 am IST

બોલીવુડ સ્ટાર્સે મંગળવાર રાત્રે એવૉર્ડ નાઇટમાં પોતાનો જાદૂ વિખેર્યો. આ એવૉર્ડ શૉમાં બોલીવુડ એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, પરંતુ સૌથી વધારે ઇવેન્ટમાં છવાયો દીપિકા પાદુકોણ, જ્હાન્વી કપૂર અને મલાઇકા અરોરાનો રેડ લૂક. ત્રણેય સ્ટાર્સ રેડ કલરનાં ગાઉનમાં જોવા મળી હતી. ઝી સીને એવૉર્ડ નાઇટમાં દીપિકા પાદુકોણ ઑફ શૉલ્ડર રેડ ગાઉનમાં જોવા મળી હતી. આ લૂકને દીપિકાએ રેડ લિપસ્ટિકથી કમ્પલીટ કર્યો હતો.

જ્હાન્વી કપૂર બ્રાઇટ રેડ શિમર ગાઉનમાં જોવા મળી. જ્હાન્વી કપૂરે ઑફ શૉલ્ડર ગાઉનની સાથે હેર બન બનાવેલું હતુ. તો મલાઇકા અરોરા રેડ ગાઉનમાં જોવા મળી હતી. મલાઇકાનું હાઈ સ્લિટ ગાઉન સુંદર લાગી રહ્યું હતુ. આલિયા ભટ્ટ પાર્ટીમાં મલ્ટી કલરનાં ગાઉનમાં જોવા મળી હતી. 

એવૉર્ડ શૉમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની કેમિસ્ટ્રી ચર્ચામાં રહી. તો સની લીયોન એવૉર્ડ શૉમાં લાઇટ પર્પલ કલરનાં ફિશ કટ ગાઉનમાં જોવા મળી હતી. આ ઉપરાંત સોનમ કપૂર, કેટરીના કૈફ, માધુરી દીક્ષિત અને દીયા મિર્ઝાનો લૂક પણ ચર્ચામાં રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન