મલ્લિકા શેરાવત અને તેના બોયફ્રેન્ડને ઘરમાંથી બહાર કાઢયા - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મલ્લિકા શેરાવત અને તેના બોયફ્રેન્ડને ઘરમાંથી બહાર કાઢયા

મલ્લિકા શેરાવત અને તેના બોયફ્રેન્ડને ઘરમાંથી બહાર કાઢયા

 | 1:12 am IST

એક સમય હતો જ્યારે બોલિવૂડમાં મલ્લિકા શેરાવતની બોલબાલા હતી, મલ્લિકા તેના બોલ્ડ અંદાજના કારણે બોલિવૂડ ઉપર છવાઇ ગઇ હતી, એટલું જ નહીં મલ્લિકાને હોલિવૂડમાંથી પણ ઓફર મળવા લાગી હતી. મલ્લિકાએ આગળનું વિચાર્યા વગર હોલિવૂડમાં પણ પદાર્પણ કરી દીધું, જોકે મલ્લિકા તેમાં સફળ નહોતી થઇ. થોડા સમય બાદ મલ્લિકાને હોલિવૂડમાંથી ફિલ્મો મળવાનુ બંધ થઇ ગયું હતું. જ્યારે છેલ્લાં ઘણા સમયથી મલ્લિકા બોલિવૂડમાં પણ નથી જોવા મળી રહી.

તાજેતરમાં જ આવેલા સમાચાર મુજબ મલ્લિકા શેરાવત તેના બોયફ્રેન્ડ સાથે પેરિસમાં લીવ ઇનમાં રહે છે, અને હવે તેને પેરિસના તે ઘરમાંથી પણ નીકળવાના દિવસો આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મલ્લિકા શેરાવત અને તેનો બોયફ્રેન્ડ પેરિસમાં એક મકાનમાં ભાડે રહી રહ્યા હતા, પરંતુ ખાસ્સા સમયથી કામની તંગીના કારણે મલ્લિકા ઘરનું ભાડું નથી ભરી શકી. તેનું પેન્ડિંગ ભાડું ૬૦ લાખ જેવું થઇ ચૂક્યું છે, તેથી મકાનમાલિકે મલ્લિકાને ઘર ખાલી કરવા જણાવ્યું છે. જોકે આ વાતને અફવા ગણાવી હતી. વેલ હવે શું સાચું અને કેટલી અફવા એ તો મલ્લિકા જ જાણે.