Mallika Sherawat in Cannes 2019 Red Carpet in Stunning Look
  • Home
  • Featured
  • Cannes 2019માં મલ્લિકા શેરાવતની એન્ટ્રી, હોટ અને ગ્લેમરસ લુક જોઈ ઉડી જશે હોશ

Cannes 2019માં મલ્લિકા શેરાવતની એન્ટ્રી, હોટ અને ગ્લેમરસ લુક જોઈ ઉડી જશે હોશ

 | 4:38 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે સોમવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર સ્ટનિંગ એન્ટ્રી કરી. ગ્રે કલરના ડીપ નેક ગાઉનમાં મલ્લિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. તેના ગાઉન પર બ્લેક કલરથી વર્ક કરવામાં આવ્યું હતું. ઓપન હેર, મિનિમલ મેકઅપ અને ડ્રોપ ઇયરિંગ્સમાં મલ્લિકાનો લુક પરફેક્ટ દેખાતો હતો.

તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતે Tony Ward Coutureનું ડિઝાઇનર ગાઉન પહેર્યું હતું. મલ્લિકાના ગાઉનમાં લાગેલ લોન્ગ ટ્રેન તેની ડ્રેસને હાઇલાઇટ કરી રહી હતી. મલ્લિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર મેકઅપ વીડિયો અને રેડ કારપેટની કેટલીક તસવીરો શેર કરી છે. ફેન્સ તેના લુકને ઇમ્પ્રેસિવ અને ક્લાસી બતાવી રહ્યા છે. જ્યારે ઘણા એવા ફેન્સ પણ છે જેમને મલ્લિકાનો લુક પસંદ નથી આવ્યો. તમને જણાવી દઈએ કે મલ્લિકા ઘણા વર્ષોથી કાન્સનો હિસ્સો રહી છે. આ વખતે મલ્લિકાએ તેના લુકને એક્સપિરેમેન્ટ અને યુનીક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન