mallikarjun-kharge-targetes-modi-government-on-fuel-prices
  • Home
  • India
  • પેટ્રોલ-ડિઝલના ભાવ મામલે ખડગેએ સરકાર પર તાક્યુ નિશાન

પેટ્રોલ-ડિઝલના ભાવ મામલે ખડગેએ સરકાર પર તાક્યુ નિશાન

 | 6:32 pm IST

લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો મામલે શનિવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. સરકાર પર નિશાન તાકતા તેમણે જણાવ્યુ કે ખેડૂતો અને ગરીબ લોકોને કચડવાનું કામ કરી રહી છે સરકાર.

ખડગેએ સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા ભારતબંધનો મક્સદ જનતાને એ જણાવવાનું છે કે સરકાર કેવી રીતે કરોડો રૂપિયા જમા કરાવી શકે છે અને જનતાને કોઈ રાહત મળશે નહી.

ભારત બંધનુ એલાન જનહિત માટે છે.ખડગેએ જણાવ્યુ કે ભારત બંધ જનહિતમાં છે, સરકારે પેટ્રોલ-ડિઝલનુ શુલ્ક વધારી 11 લાખ કરોડની કમાણી કરી છે. પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાનને આંબી ગયા છે. સરકાર ગરીબો કે ખેડૂતોને વધારે હેરાન કરે છે.

કોંગ્રેસ 10 સપ્ટેમ્બરે ભારત બંધ પાળી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોનો વિરોધ કરવાના છે. પાર્ટીએ તમામ સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકર્તાઓને આહ્વાહન આપી ભારતબંધને સમર્થન આપવા જણાવ્યુ છે. કોંગ્રેસે જણાવ્યુ કે ભારતબંધ સવારે 9થી બપોરના 3 સુધી રહેશે જેથી કરીને કોઈ સામાન્ય જનતાને તકલીફ ન પડે.