માલ્યાને રાખવાની જેલ કોટડીનો વીડિયો યુકેની કોર્ટમાં બતાવાશે - Sandesh
  • Home
  • India
  • માલ્યાને રાખવાની જેલ કોટડીનો વીડિયો યુકેની કોર્ટમાં બતાવાશે

માલ્યાને રાખવાની જેલ કોટડીનો વીડિયો યુકેની કોર્ટમાં બતાવાશે

 | 2:17 am IST

। મુંબઇ ।

વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી જ્યાં કરવામાં આવશે તે યુકેની અદાલતમાં મુંબઈની આર્થર રોડની જેલની કોટડીનો વીડિયો દર્શાવવામાં આવશે. યુ.કે.માં રહેતા ફુલેકાબાજ વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ભારત સરકારે તાજેતરમાં આ વીડિયો અદાલતને સુપરત કર્યો હતો.

ટૂંક સમયમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી યુકેની અદાલતમાં હાથ ધરવામાં આવશે ત્યારે આ વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૧૯૯૩માં ભારત અને યુકે વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થઇ ત્યારથી ભારતમાં જેલોની બિસમાર હાલત એ ભારતની મોટાભાગની પ્રત્યાર્પણ વિનંતીઓ નકારવાનું મુખ્ય કારણ બની રહી છે. અદાલતની એ ફરજ છે કે જે વ્યક્તિની માગણી કરવામાં આવી હોય તેના માનવ અધિકારો જોખમમાં ન મુકાય.  માલ્યાને કેવી કોટડીમાં રાખવામાં આવશે તે દર્શાવતો વીડિયો ભારત સરકારે સુપરત કર્યો છે જેથી અદાલતને ખાતરી થાય કે જેલની હાલત બરાબર છે.

અદાલતમાં ૩૧ જુલાઈએ થયેલી છેલ્લી સુનાવણી અનુસાર આ વીડિયોમાં બેરેક નંબર ૧૨ની તબક્કાવાર સ્થિતિ દર્શાવવામાં આવશે. આ કોટડીમાં છ કેદીઓ રાખવાની ક્ષમતા છે. અદાલતે આ વીડિયો દિવસે કોઇ કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કર્યા વિના શૂટ કરવાનો આદેશ આપ્યો હતો. માલ્યાના વકીલે ભારતની જેલોની કંગાળ હાલતના પુરાવા રજૂ કરી તેના પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;