'મોદી કેર' સ્કીમને અપનાવાની મમતા બેનર્જીએ ઘસીને ના પાડી દીધી - Sandesh
  • Home
  • India
  • ‘મોદી કેર’ સ્કીમને અપનાવાની મમતા બેનર્જીએ ઘસીને ના પાડી દીધી

‘મોદી કેર’ સ્કીમને અપનાવાની મમતા બેનર્જીએ ઘસીને ના પાડી દીધી

 | 8:53 am IST

કેન્દ્રીય બજેટમાં રજૂ કરાયેલ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને પશ્ચિમ બંગાળમાં લાગૂ કરવાની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ના પાડી દીધી છે. મમતા બેનર્જીએ એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે રાજ્ય સરકારે મહેનતથી એકત્ર કરેલ સંસાધનોને આ કાર્યક્રમમાં લગાવી ‘બર્બાદ’ કરીશું નહીં.

પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં આયોજીત એક પબ્લિક મીટિંગમાં મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક સ્વાસ્થય યોજના લાવી રહ્યું છે, જેમાં 40 ટકા ફંડ રાજ્યો દ્વારા કરવાનું છે. રાજ્યોમાં પહેલેથી જ આવી યોજનાઓ ચાલી રહી છેતો અમે અમારા સંસાધનો અને પૈસાને બીજી એક યોજના પર શું કામ ખરાબ કરીએ? જો અમારી પાસે સંસાધન છે તો અમારી પોતાની યોજનાઓ પણ હશે.

શું છે ‘મોદી કેર’?
ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નામ પર જાહેર કરેલ ઓબામા કેરના જવાબમાં દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની જાહેરાત કરી હતી. જેને મોદી કેરનું નામ આપવામાં આવી રહ્યું છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના)ની અંતર્ગત હવે 10 કરોડ ગરીબ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શયોરન્સ) મળશે. જેટલીએ તેને દુનિયાનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામ ગણાવતા કહ્યું હતું કે તેનાથી કમ સે કમ 50 કરોડો લોકોને લાભ મળશે.

કેન્દ્રની મંશા પર પ્રશ્ન
નીતિ આયોજના સીઇઓ અમિતાભ કાંતના મતે આ યોજના પર વાર્ષિક ખર્ચ અંદાજે 5500 થી 6000 કરોડ રૂપિયા થશે. એવામાં કેન્દ્રે 2000 કરોડ રૂપિયાના બજેટ માટે નક્કી કર્યા છે. કેન્દ્રની મંશા છે કે રાજ્ય સરકારો બાકીના પૈસા પોતાની પાસેથી આપે.

તેના પર મમતા બેનર્જીએ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં ઇલાજ અને સ્વાસ્થ્ય સર્વિસીસ મફત કરી છે. જ્યારે અમે દર વર્ષે પાછલી સીપીએમ સરકારના લોન માટે 48,000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા પડે છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના સ્વાસ્થ્ય સાથી કાર્યક્રમની અંતર્ગત 50 લાખ લોકોને જોડી ચૂકયા છે.