Mamata Banerjee To Hold A Meeting With Her Party Leaders In Kalighat
  • Home
  • Election 2019
  • ચૂંટણી પરિણામો બાદ હચમચી ઉઠેલા ‘દીદી’એ તત્કાળ છોડ્યા આદેશ

ચૂંટણી પરિણામો બાદ હચમચી ઉઠેલા ‘દીદી’એ તત્કાળ છોડ્યા આદેશ

 | 11:21 pm IST

લોકસભા 2019ના પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વની તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે રાજ્યમાં સારું પ્રદર્શન કરી 18 બેઠકો મેળવી ટીએમસીને મોટો ફટકો માર્યો છે. સીએમ મમતા બેનરજીએ પરિણામ આવ્યા બાદ નિર્માણ થયેલી પરિસ્થિતી પર ચર્ચા માટે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે.

ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીએ કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને શનિવારે પક્ષના નેતાઓને મનોમંથન માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં પક્ષના મોટા નેતાઓ હાજર રહયા હતા. આ બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણીના પરિણામ તેમ જ પ્રદર્શન પર ચર્ચા થશે. સૂત્રો અનુસાર આ બેઠકમાં ટીએમસીના વિધાનસભ્યોને પણ બોલાવાયા છે.

રાજ્યમાં બે વર્ષ બાદ વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપનું પ્રદર્શન જોતા ટીએમસીની ચિંતા વધી ગઇ છે. આ અગાઉ મમતાએ મત ગણતરી દરમિયાન ટવીટમાં જણાવ્યું હતું કે વિજેતાઓને શુભેચ્છા. પરંતુ હારનાર લૂઝર્સ નથી. અમે આ મામલે સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ પોતાના વિચાર રજૂ કરીશુ. પહેલા મત અને વીવીપેટની ગણતરી પૂર્ણ થાય.

પોતાના ગઢમાં જ હારી ગઇ ટીએમસી

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ટીએમસીએ પોતાના ગઢમાં જ ભાજપ સામે હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો. હુગલી લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર લોકેટ ચેટરજીએ ટીએમસીના ઉમેદવાર રત્ના ડેને માત આપી હતી. રસપ્રદ વાત એ છે કે હુગલીમાં જ મમતા બેનરજીએ ભૂમિ અધિગ્રહણ વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ.

જુઓ આ વીડિયો પણ

સુરત કોમ્પલેક્ષમાં આગ બાબતે શિક્ષણમંત્રીનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન