Mamata Banerjee To Visit Delhi Tomorrow Likely To Meet PM Modi
  • Home
  • Featured
  • પાણી પી પી ને PM મોદીને કોસનારા મમતા બેનરજી આખરે ઘુંટણીયે પડ્યાં!

પાણી પી પી ને PM મોદીને કોસનારા મમતા બેનરજી આખરે ઘુંટણીયે પડ્યાં!

 | 5:20 pm IST

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. મમતા બેનરજી મોદી સરકારની અનેક મહત્વની યોજનાઓ પણ પોતાના રાજ્યમાં લાગુ કરતા નથી અને કેન્દ્ર સરકારની ટીકા કરવાની એક પણ તક જતી કરતા નથી. ત્યાં સુધી કે તેમણે દિલ્હીમાં આયોજીત નીતિ આયોગની બેઠકમાં શામેલ થવાને લઈને પણ ઈનકાર કરી દીધો હતો. હવે બંગાળના વાઘણ તરીકે ઓળખાતા મમતા બેનરજી થોડા ઢીલા પડ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

મમતા બેનરજી હવે સામે ચાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા દિલ્હી આવી રહ્યાં છે. મમતા બેનરજી મંગળવારે એટલે કે આવતી કાલે દિલ્હી આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મમતા બેનરજીએ પીએમ મોદી સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયે આ સંબંધમાં કોઈ જ સત્તાવાર જાહેરાત નથી કરી.

જોકે રાજ્યના પ્રશાસનિક અધિકારીઓના આ મુલાકાતને એક સત્તાવાર મુલાકાત ગણાવી રહ્યાં છે અને તેને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ લેવા દેવા ના હોવાનું ગાણું ગાઈ રહ્યાં છે. કેન્દ્ર અને મમતા બેનરજી વચ્ચે કડવાશભર્યા સંબંધો વચ્ચે અચાનક થવા જઈ રહેલી મુલાકાત વચ્ચે રાજકીય નિષ્ણાંતોની નજર છે.

અગાઉ આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર મમતા બેનરજીએ દેશમાં ‘સુપર ઈમરજન્સી’ હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતાં. મમતા બેનરજીએ લોકોને અપીલ કરી હતી કે, સૌકોઈએ એ પ્રયાસ કરવા જોઈએ કે બંધારણ દ્વારા મળતા અધિકારો અને સ્વતંત્રતાની રક્ષા કરે. મમતા અનેકવાર તો વર્તમાન સરકાર દ્વારા લોકતંત્રની હત્યા કરવાના આરોપો પણ લગાવી ચુક્યા છે.

મમતા બેનરજી લાંબા સમયથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા રહ્યાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

હવે જ્યારે સીબીઆઈના અધિકારીઓને ધક્કે ચડાવનારા મમતા બેનરજીના માનીતા આઈપીએસ અધિકારી રાજીવ કુમાર મામલે ફરી એકવાર કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ પ્રશાસન સામ સામે થવાની તૈયારીમાં છે ત્યારે મમતા બેનરજીનું આ વલણ આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન