Mamata banerjee took oath as cm of bengal third time
  • Home
  • Election
  • રાજભવનમાં મમતા બેનર્જીના શપથ ગ્રહણ, ત્રીજીવાર પશ્ચિમ બંગાળના CM બન્યા ‘દીદી’

રાજભવનમાં મમતા બેનર્જીના શપથ ગ્રહણ, ત્રીજીવાર પશ્ચિમ બંગાળના CM બન્યા ‘દીદી’

 | 11:01 am IST
  • Share

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના ત્રીજીવાર શપથ લીધા છે. એટલે કે એકવાર ફરી બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકાર બની ગઈ છે. કોરોના સંકટકાળ અને તેની ગાઈડલાઇન્સના કારણે શપથ ગ્રહણ સમારંભ નાનો જ રાખવામાં આવ્યો છે. અત્યારે ધારાસભ્યોના શપથ નહીં થાય. તૃણમૂલ કૉંગ્રેસ તરફથી શપથ ગ્રહણ સમારંભમાં કેટલાક ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત અન્ય લોકો સામેલ છે. ચૂંટણી સમયે ટીએમસીના રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોર પણ કાર્યક્રમમાં સામેલ થશે. જો કે દિલીપ ઘોષે શપગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો. શપથ લીધા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પ્રાથમિકતા કોરોનાની વિરુદ્ધ લડાઈ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, હિંસાની ઘટના સહન નહીં થાય અને આવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

મમતા બાદ રાજ્યપાલે પણ ચૂંટણી બાદ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. મમતા બેનર્જીને નાની બહેન ગણાવતા રાજ્યપાલે તેમને કાયદા વ્યવસ્થા મુદ્દે શિખામણ આપી. રાજ્યપાલે કહ્યું કે, કાયદા-વ્યવસ્થાનું રાજ હોવું જોઇએ. આશા છે કે મમતા સંવિધાન પ્રમાણે ચાલશે. રાજ્યપાલની આ ટિપ્પણીનો મમતાએ પણ જવાબ આપ્યો. મમતાએ ચૂંટણી પંચને નિશાને લીધી અને કહ્યું કે, અત્યાર સુધી બધું જ ચૂંટણી પંચના હસ્તે હતુ. ચૂંટણી પંચે અનેક અધિકારીઓને બદલી દીધા હતા, મેં અત્યારે શપથ લીધા છે, નવી રીતે વ્યવસ્થા કરીશ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો