EXIT POLL: BJP will win in Assam, Mamata will win in west bengal
  • Home
  • Election
  • EXIT POLL: બંગાળમાં ફરી બની રહી છે મમતા સરકાર, આસામમાં લહેરાશે ભગવો

EXIT POLL: બંગાળમાં ફરી બની રહી છે મમતા સરકાર, આસામમાં લહેરાશે ભગવો

 | 7:23 pm IST
  • Share

પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ તબક્કાનું મતદાન ખત્મ થઈ ગયું. અંતિમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 76 ટકા વોટિંગ થયું. 2 મેના પશ્ચિમ બંગાળ સહિત આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વોટોની ગણતરી થશે. આ 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોની સરકાર બનશે? આને લઇને Exit Poll આવી ગયા છે.

આસામના એક્ઝિટ પોલના પરિણામો સામે આવી ગયા છે. ઇન્ડિયા ટૂડે-માય એક્સિસના એક્ઝિટ પોલમાં આસામમાં બીજેપીની વાપસીનું અનુમાન છે. બીજેપી ગઠબંધનને અહીં 85 સીટો મળવાનું અનુમાન છે. તો કૉંગ્રેસને પણ ગત વખતની સરખાણીએ સામાન્ય સરસાઈ મળવાનું અનુમાન છે. અનુમાન પ્રમાણે બીજેપી ગઠબંધનને 75થી 85 સીટો મળવાનું અનુમાન છે. બીજેપીને 61-65, એજીપી 9-13 સીટો, યૂપીપીએલને 5-7 સીટો મળી શકે છે.

કૉંગ્રેસ ગઠબંધનને 40-50 સીટો મળી શકે છે. કૉંગ્રેસને 24-30, AIUDF 13-16 સીટો, બીપીએફને 3-4 સીટો અને અન્યને 1થી 4 સીટો મળવાની સંભાવના છે. અહીં મુખ્યમંત્રી માટે 20 ટકા લોકોની પહેલી પસંદ હેમંત બિસ્વ સરમા, 19 ટકા લોકોની પસંદ સર્વાનંદ સોનોવાલ, 16 ટકાની પસંદ ગૌરવ ગોગોઈ, 04 ટકા લોકોની પસંદ અખિલ ગોગોઈ અને 02 ટકાની પસંદ બદરુદ્દીન અજમલ છે. પૂર્વોત્તરના સૌથી મોટા રાજ્ય આસામમાં વિધાનસભાની કુલ 126 સીટો પર ત્રણ તબક્કામાં ચૂંટણી થઈ.

Repulic-CNXનું માનીએ તો બંગાળમાં ટક્કર જોવા મળથી દેખાઈ રહી છે. બંગાળમાં બીડેપીને 138થી 148 સીટો મળી રહી છે, જ્યારે ટીએમસીને 126થી 136 સીટો મળવાનું અનુમાન છે. તો કૉંગ્રેસને માત્ર 6થી 9 સીટો મળશે, જ્યારે અન્યના ખાતામાં 1થી 3 સીટો જઈ રહી છે. એબીપી અને સી વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે બંગાળની 292 વિધાનસભા સીટોમાં તૃણમૂલ કૉંગ્રેસને 152-164 સીટો મળતી જોવા મળી રહી છે. તો બીજેપીના ખાતામાં 109-121 સીટો મળી શકે છે. આ ઉપરાંત કૉંગ્રેસને 14-25 સીટો મળી શકે છે.

રિપબ્લિક સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર કેરળમાં બીજેપી+ને 74-84, કૉંગ્રેસ+ને 40-50 અને અન્યને 1થી 3 સીટો પર જીત મળી શકે છે.

આ દરમિયાન ટીએમસીના પ્રવક્તાએ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં લોકો દીદી પર ફરી ભરોસો બતાવી રહ્યા છે. બહારની બીજેપીને રાજ્યમાં સત્તામાં આવવાની તક નહીં આપે. તેમણે કહ્યું કે, બીજેપીએ ના તો સીએમ ચહેરો રજૂ કર્યો અને ના કોઈ પ્રકારનું કામ કર્યું છે. લોકો દીદીના કામથી ખુશ છે અને જાણે છે કે તેઓ જ બંગાળના વિકાસને પૂર્ણ કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો