NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મમતાએ મોદીની તુલના કરી ઉંદર સાથે, કહ્યું-‘અમે વાઘ સામે લડીએ છીએ, ડરીશું નહીં’

મમતાએ મોદીની તુલના કરી ઉંદર સાથે, કહ્યું-‘અમે વાઘ સામે લડીએ છીએ, ડરીશું નહીં’

 | 9:16 am IST

જ્યારથી કથિત રોઝવેલી ચિટફંડ કૌભાંડ મામલે ટીએમસીના બે સાંસદો સુદીપ બંદોપાધ્યાય અને તાપસ પોલની ધરપકડ થઈ છે. ત્યારથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન પર લીધા છે. પોતાના સાંસદોની ધરપકડથી નારાજ મમતાએ વડાપ્રધાન અને સીબીઆઈ પર નિશાન સાંધવા માટે ઉંદરનું ઉદાહરણ લીધું.

મમતા બેનરજીએ કહ્યું કે વડાપ્રધાન એક એવી કંપનીના સેલ્સમેન બની ગયા છે જેના 40 ટકા શેર બ્લેક લિસ્ટમાં પડેલી એક ચાઈનીઝ કંપની પાસે છે. તેમણે કહ્યું કે નોટબંધીની મહત્વની ફાઈલો નરેન્દ્ર મોદી અને તેમના કાર્યાલય દ્વારા હટાવવામાં આવી રહી છે. જ્યારે મોદી પદ પરથી હટી જશે ત્યારે જ આપણે આ કૌભાંડની ગંભીરતા જાણી શકીશું. આ નોટબંધી બીજુ કઈ નહીં પરંતુ સફેદ નાણાને કાળા અને કાળા નાણાને સફેદ નાણામાં બદલવાનું ષડયંત્ર છે.

સાંસદોની ધરપકડ પર મમતાએ સીબીઆઈને પણ આડે હાથ લીધી. તેમણે કહ્યું કે સીબીઆઈ કોઈ સ્વતંત્ર તપાસ એજન્સી નથી પરંતુ ભારતીય ષડયંત્ર બ્યુરો છે. તેમણે કહ્યું કે તેઓ વિચારતા હતાં કે તૃણમૂલ મુલાયમ માટીથી બની છે જેને ઉંદરો કાતરી શકે છે. પરંતુ અમે વાઘ સામે લડીએ છીએ, અમે ઉંદરોથી ડરીશું નહીં. તૃણમૂલ નોટબંધી વિરુદ્ધ નવમી જાન્યુઆરીથી કોલકાતામાં આરબીઆઈ કાર્યાલાય બહાર 72 કલાકના ધરણા કરવાની છે.

બીજી બાજુ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. નોટબંધી પર દેશવ્યાપી પ્રદર્શન બાદ તેમણે કોલકાતા ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ) કાર્યાલય સામે સભાને સંબોધિત કરતા કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તમે ઉંદર થઈ જશો. તમે સિંહ નહી બની શકો. મોદીના ઉંદરોએ ગુજરાત પાછા ફરવું પડશે.

વડાપ્રધાન વિરુદ્ધ તૃણમૂલ નેતાઓની ટિપ્પણી પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે આ એક નિમ્નસ્તર છે જ્યા નેતા ઉતરી શકે છે. તથા તે વડાપ્રધાન અને ભાજપની વધતી લોકપ્રિયતાને લઈને તેમની કુંઠિત વિચારસરણી દર્શાવે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ટીએમસી નેતાઓ દ્વારા મોદી સામેની ગાળાગાળીવાળી ભાષાથી તેઓ સ્તબ્ધ અને નિરાશ છે.