Mamta Benerjee Attacks on PM Modi and Amit Shah in Mathurapur Rally
  • Home
  • Election 2019
  • મમતા બેનરજી ભાન ભૂલ્યા, PM મોદીને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

મમતા બેનરજી ભાન ભૂલ્યા, PM મોદીને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

 | 3:40 pm IST

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં પશ્ચિમ બંગાળ રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચેની જંગ ઊઠક-બેઠક અને જેલમાં ધકેલી દેવા સુધી પહોંચી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મથુરાપુરમાં રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, વડા પ્રધાન મોદીને આટલું જૂઠું બોલવા માટે ઊઠક-બેઠક કરવી જોઈએ. તેઓએ ચૂંટણી પંચને બીજેપીનો ભાઈ ગણાવી, જેલમાં જવા માટે તૈયાર હોવાનો પડકાર ફેંક્યો હતો. સાથે જ મમતાએ પીએમ મોદી અને અમિત શાહને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી.

મમતાએ પીએમ મોદી પર નિશાન સાંધતાં કહ્યું કે, તેઓ(પીએમ મોદી)એ કહ્યું હતું કે, તે વિદ્યાસાગરની મૂર્તિ બનાવશે. બંગાળ પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. શું તે 200 વર્ષ જૂનું હેરિટેજ પાછું લાવી શકે છે? અમારી પાસે પુરાવા છે, અને તમે કહો છો કે, ટીએમસીએ કર્યું છે. શું તમને શરમ નથી આવતી? આટલું જૂઠું બોલવા માટે તેમને ઊઠક-બેઠક કરવી જોઈએ. આરોપ સાબિત કરો નહિંતર હું તમને જેલમાં મોકલી દઈશ.

આ ઉપરાંત મમતાએ રેલીમાં કહ્યું કે, ગત રાત્રિએ અમને જાણ થઈ કે, બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી, જેથી નરેન્દ્ર મોદીની રેલી બાદ અમે કોઈ રેલી ન કરી શકીએ. ચૂંટણી પંચ બીજેપીનો ભાઈ છે, પહેલાં તે નિષ્પક્ષ હતો, અને હવે દેશમાં સૌ કોઈ કહી રહ્યા છે કે, ચૂંટણી પંચ બીજેપીને વહેંચાઈ ગયું છે.

મમતા બેનર્જીએ પડકાર ફેંકતાં કહ્યું કે, મને ખરાબ લાગી રહ્યું છે, પણ મારી પાસે કાંઈ બોલવા જેવું નથી. હું આમ કહેવા માટે જેલ જવા તૈયાર છું. હું સાચું બોલતાં ડરતી નથી. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં બબાલ અને સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડ્યા બાદ ટીએમસી અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ છે. એટલું જ નહીં, રેલીમાં મમતા બેનર્જીએ RSSને આતંકી સંગઠન ગણાવ્યું, અને અમિત શાહને ગુંડા પણ કહી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન