Angry over his YouTube account removal
  • Home
  • World
  • યુ-ટ્યૂબે વીડિયો ડિલીટ કરાતા યુવાનને આવ્યો ગુસ્સો, 3300 માઇલ દૂર ચાલીને કર્યું કંઇક આવું

યુ-ટ્યૂબે વીડિયો ડિલીટ કરાતા યુવાનને આવ્યો ગુસ્સો, 3300 માઇલ દૂર ચાલીને કર્યું કંઇક આવું

 | 7:13 pm IST

એક યુવાને પોતાની ઓનલાઇન ચેનલ અને વીડિયો યૂ ટયૂબ પર નહીં મળ્યો, તો તે એટલો નારાજ થઇ ગયો કે ગૂગલના હેડક્વાર્ટર પર તોડફોડ કરવા પહોંચી ગયો. ૩૩ વર્ષનો કાયલી લોંગ મેન શહેરથી 3,300 માઇલ દૂર ડ્રાઇવ કરીને ગૂગલની ઓફિસે પહોંચી ગયો હતો. તેની કારમાં 3 બેઝબોલ બેટ હતા, જેને પોલીસે જપ્ત કરી લીધા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે કાયલીએ પોતાની યૂ ટયૂબ ચેનલ અંગે ગૂગલના અધિકારીઓ સાથે મિટિંગ કરવાની માગણી કરી હતી. મિટિંગ નહીં થાય તો હિંસા કરવાની પણ ધમકી આપી હતી. કાયલીને વિશ્વાસ હતો કે યૂ ટયૂબ પર તેના આઇડિયાથી હજારો ડોલરની કમાણી થશે. પરંતુ એ વીડિયો મળ્યો જ નહીં, તેથી તે ભડકી ઊઠયો હતો અને ગૂગલના અધિકારીઓને મળવા માટે આતુર હતો.

કાયલીના સંબંધીઓનું કહેવું છે કે તેનો વીડિયો અને એકાઉન્ટ યૂ ટયૂબે નહીં પણ તેની પત્નીએ જ ડિલીટ કરી નાખ્યો હતો. પતિની માનસિક સ્થિતિની ચિંતા થતાં તેણે વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. કાયલી આ પહેલાં પણ માનસિક રીતે પરેશાન રહ્યો હતો.

વીડિયો સેન્સર થતાં મહિલાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો
ગયા વર્ષે એપ્રિલમાં પણ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એ સમયે સાન ડિયાગોની મહિલા નસીમ અધદમે સાન બ્રૂનોમાં ગૂગલના હેડક્વાર્ટર પર ફાયરિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ફાયરિંગમાં ૩ લોકો ઘાયલ થયા હતા અને અધદમે આત્મહત્યા કરી લીધી હતી. તેનું કહેવું હતું કે યૂ ટયૂબે એનિમલ રાઇટ્સ સાથે જોડાયેલા તેના વીડિયોને ખોટી રીતે સેન્સર કરી નાખ્યા હતા.