Man Arrested After Robbing Two Banks With An Avocado in Israel
  • Home
  • World
  • ફળને બોમ્બ બનાવીને લૂંટતો હતો ભેગાબાજ, આ રીતે ફૂટ્યો ભાંડો

ફળને બોમ્બ બનાવીને લૂંટતો હતો ભેગાબાજ, આ રીતે ફૂટ્યો ભાંડો

 | 5:19 pm IST

ઈઝરાયેલા એક લૂંટારાએ એવોકૈડો નામના એક ફળ પર ગ્રેનેડ જેવો જ રંગ કરી નાખ્યો હતો. ત્યાર બાદ આરોપી બેદૌ નામના ગામમાં આવેલા બિયરશીબા શોપિંગ મોલની પોસ્ટલ બેંકની શાખામાં જઈ ગ્રેનેડ ઝીંકવાની ધમકી આપી. તેણે કેશિયરને એક લખાણ દેખડ્યું જેમાં લખ્યું હતું કે, બેંકમાં જેટલા પણ પૈસા હોય તે તેને આપી દેવામાં આવે. જયારે કેશિયર આમ કરવામાં ખચકાયો તો લૂંટારૂએ ફ્લને ગ્રેનેડ માફક દેખાડીને  કહ્યું કે, પૈસા બેગમાં ભરી દે નહિંતર  આ ગ્રેનેડને અહીં જ ફેંકી દઈશ.

રંગેલા એવોકૈડો ફળગે ગ્રેનેડ સમજીને કેશિયરે તરફ જ રૂપિયાની બેગ ભરી દીધી જેને લઈને આરોપી લઈને ભાગી છુટ્યો હતો. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે બદમાશે બેંકમાંથી 3 લાખ 9 હજાર રૂપિયા લૂંટી લીધા. પરંતુ બેંક કર્મચારીઓને તો ત્યાર પછી ખબર પડી હતી કે, આરોપી જેને ગ્રેનેડ ગણાવતો હતો તે તો હકીકતમાં એવોકૈડો નામનું ફળ હતું.

એક વાર આવી રીતે બેંક લૂંટ ચલાવવામાં સફળ થયા બાદ બીજીવાર તેણે આવી જ રીતે બેંક લૂંટને અંજામ આપ્યો હતો. આ વખતે તેણે 2.32 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. માથે ટોપી, આંખે ચશમા અને મોઢું ઢાંકીને આવેલા આ આરોપીને આ વખતે બેંક કેશિયરે તેની આંખોના કારણે ઓળખી લીધો. કારણ કે તેણે પોતાના ચશમા ઉતારી લીધા હતાં.

બેંક લૂંટનારા બદમાશની ઓળખ થઈ ગયા બાદ તેના ગુનાહિત રેકોર્ડ પણ સામે આવ્યા હતાં. આરોપીને ફળને ગ્રેનેડ ગણાવવ ભારે પડ્યાં હતાં. તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન