Man arrested for Putting Rat in Restaurant Food in China
  • Home
  • World
  • પૈસા કમાવવા આ ભેજાબાજે અપનાવ્યો જબરજસ્ત આઈડિયા, જાણી ઉડી જશે હોશ

પૈસા કમાવવા આ ભેજાબાજે અપનાવ્યો જબરજસ્ત આઈડિયા, જાણી ઉડી જશે હોશ

 | 6:41 pm IST

ચીનમાં એક વ્યક્તિએ પૈસા કમાવવા માટે કંઈક વિચિત્ર રસ્તો અપનાવ્યો હતો. તેણે જે કર્યું તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. ખુદ પોલીસ પણ થોડી વાર માટે તો ચક્કર ખાઈ ગઈ હતી.

થોડા સમય પહેલા ચીનમાં એક વ્યક્તિના ભોજનમાં મરેલો ઉંદર મળવાના અહેવાલ આવ્યાં. મળતી માહિતી મુજબ રેસ્ટોરામાં આ વ્યક્તિ જ્યારે ભોજન માટે પહોંચ્યો તો તેની થાળીમાં મરેલો ઉંદર હતો. ત્યારબાદ તેણે રેસ્ટોરાના માલિકને તેની જાણકારી આપી. રેસ્ટોરાના માલિકે તરત જ તે વ્યક્તિનું ભોજન બદલાવી દીધુ.

રેસ્ટોરન્ટના માલિકે તે વ્યક્તિને મફતમાં જમનાની સાથો સાથ તેને પૈસા આપવાની પણ ઓફર કરી. આમ કરવા પાછળ રેસ્ટોરન્ટ માલિકનો ઈરાદો એ હતો કે તે વ્યક્તિ બહાર જઈને કોઈને પણ ઉંદર મળ્યાની વાત ન કરે. રેસ્ટોરાના માલિકે 20 હજાર યુઆન(લગભગ 2 લાખ રૂપિયા) ઓફર કર્યાં. પરંતુ ગુઓ નામના આ વ્યક્તિએ તેને ફગાવી દીધી અને 5 મિલિયન યુઆન એટલે કે લગભગ 5 કરોડ રૂપિયાની માગણી કરી.

રેસ્ટોરાના માલિક અને વ્યક્તિ વચ્ચે આ મામલો બરાબરનો ગુંચવાયો. અંતે થાકી હારીને પોલીસને જાણ કરવામાં. પોલીસે આ મામલે તપાસ કરી તો તે પણ ચોંકી ગઈ હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ગુઓએ પોતે જ પોતાની પ્લેટમાં મરેલો ઉંદર નાખ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં ગુઓ જણાવ્યું કે, તેણે પૈસા કમાવવા માટે આ કિમિયો અજમાવ્યો હતો. પોલીસને હવે એવી પણ આશંકા છે કે, અગાઉ પણ આ વ્યક્તિ પૈસા કમાવવા માટે આવી અનેક ઘટનાને અંજામ આપી ચૂક્યો હોઈ શકે છે. રેસ્ટોરાના માલિક પોતાની હોટલની શાખ જાળવવા માટે યુવકના ચક્કરમાં ફસાયા હશે.

આ વીડિયો પણ જુઓ

‘ચૂંટણી ચાલીસા’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન