ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રએ માતા-પિતા અને નાની બહેન સાથે ખેલ્યો ખુની ખેલ - Sandesh
  • Home
  • India
  • ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રએ માતા-પિતા અને નાની બહેન સાથે ખેલ્યો ખુની ખેલ

ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રએ માતા-પિતા અને નાની બહેન સાથે ખેલ્યો ખુની ખેલ

 | 6:08 pm IST

વસંતકુંજના કિશનગઢ ગામમાં માતા-પિતા અને બહેનની હત્યાના આરોપી ૧૯ વર્ષના સૂરજને ગિરફતાર કરાયો છે. રાત્રે જમીને નિરાંતે સૂઈ ગયેલા ત્રણને ચાકુના ૩૦ ઘા ઝીંકી દઈને મારી નાંખ્યા હતા. દીકરો ખોટા રસ્તે જતો હોવાથી પિતાએ તેને ખિજવાયા હતા, તેનો બદલો લેવા દીકરાએ હત્યા કરી હતી.

સાઉથ વેસ્ટ જિલ્લાના ડીસીપી દેવેેન્દ્ર આર્યનું કહેવું છે કે આરોપી સૂરજે જણાવ્યું કે તેણે અને તેના કેટલીક છોકરીઓ સહિતના મિત્રોએ મહરોલીમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. ભાડા પેટા દરેક મિત્ર મકાન માલિકને ૫૦૦થી ૭૦૦ રૃપિયા આપતો હતો. આ બધા મિત્રો આઝાદીથી જીવવા માગતા હતા. પોલીસે કહ્યું કે તેઓ અહીં અય્યાશી અને નશો કરતા હતા.તેઓ આ શૈલીને જ આઝાદી કહેતા હતા!

સૂરજ મોડેથી ઘરે આવતો તેનો પિતા મિથિલેશ વિરોધ કરતા હતા. એ કારણથી ઘણી વખત બંને વચ્ચે ઝઘડો થતો હતો. મંગળવારે જ મહરોલીથી સૂરજે ચાકુ અને કાતર ખરીદી હતી.

મંગળવારે રાત્રે મિથિલેશની બિલ્ડિંગમાં રહેતો એક ભાડુઆત રાત્રે ૧૧.૧૫ કલાકે આવ્યો હતો. ગેટ સૂરજની માતાએ ખોલ્યો હતો, ત્યાં સુધી બધુ બરાબર લાગતું હતું. રાત્રે બધાએ સાથે મળીને ભોજન પણ લીધું હતું. પરંતુ સવારે ૪.૩૦ કલાકે ખબર પડી કે દંપતી અને તેમની દીકરીની હત્યા થઈ ગઈ હતી. સૂરજે જ એ માહિતી આપી કહ્યું કે હત્યા કરીને બે હત્યારા બાલ્કનીમાંથી ભાગી ગયા હતા.

૬ ટીમ, ૧૦૦ પ્રશ્નો અને આરોપીની ધરપકડ !

પોલીસે ૬ ટીમ બનાવીને ટ્રિપલ મર્ડરની ઘટના ઉકેલવા માટે પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન તેમણે સૂરજનું ક્રોસ એક્ઝામીન કરતાં સો સવાર છ તપાસ ટુકડીએ પૂછયા હતા. બાલ્કનીમાં પણ લોહીના કોઈ ડાઘા ન હતા. આખરે, સૂરજ પડી ભાંગ્યો અને તેણે ગુનો કબૂલી લીધો હતો.