બ્રાન્ડેડ ઘડિયાળ પહેરાવનો શોખ છે ? તો રાજકોટના આ સમાચાર ખાસ વાંચો - Sandesh
  • Home
  • Gujarat
  • બ્રાન્ડેડ ઘડિયાળ પહેરાવનો શોખ છે ? તો રાજકોટના આ સમાચાર ખાસ વાંચો

બ્રાન્ડેડ ઘડિયાળ પહેરાવનો શોખ છે ? તો રાજકોટના આ સમાચાર ખાસ વાંચો

 | 3:10 pm IST

રાજકોટ શહેરના આજી જીઆઈડીસીમાં એસેઓ.જી.પોલીસ અને કંપનીના અધિકૃત સ્ટાફ સાથે પોલીસે એક કારખાનામાં દરોડાની કાર્યવાહી હાથ ધરી સ્ટાન્ડર્ડ કંપનીની ઘડિયાળના ડુપ્લીકેટ પાર્ટસ બનાવવાનું કારસ્તાન ઝડપી લઈ એક પટેલ શખ્સની ધરપકડ કરી હતી જયારે રૃ.૧૫.૬૧ લાખનો ડુપ્લીકેટ પાર્ટસનો જથ્થો ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટાઈટન ઘડિયાળની કંપની દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની કંપનીના ઘડિયાળના પાર્ટસ રાજકોટમાં અનધિકૃત રીતે બનાવવામાં આવી રહ્યા છે અને આ ફરિયાદના આધારે કંપનીના અધિકારીઓ સાથે એસ.ઓ.જી.પોલીસના ઈન્સપેકટર સિસોદીયા અને સ્ટાફના ચંદ્રસિંહ સહિતના સ્ટાફે આજી વસાહતમાં આવેલ ફાઈવ સ્ટાર નામના કારખાના પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને માહિતી પ્રમાણે આ કારખાનામાં ટાઈટન કંપનીની ઘડિયાળના ૩૩૦૦ ડાયલ,૬૦ ઘડિયાળ તથા ૫ થી ૬ જેટલી ડાઈઓ મળી આવી હતી.

એસ.ઓ.જી.એ કારખાનાના સંચાલક ચંદુભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા કારખાના સંચાલકની પુછપરછ કરવામાં આવી રહી છે અને આ ડુપ્લીકેટ પાર્ટસ કયાં-કયાં સપ્લાઈ કરવામાં આવતા હતા તેની શોધખોળ હાથ ધરવામાં હાથ ધરવામાં આવી છે.