યુપી: પંચાયતે આડા સંબંધોની શંકામાં યુવકને પહેલાં પેશાબ પીવડાવ્યો અને પછી... - Sandesh
  • Home
  • India
  • યુપી: પંચાયતે આડા સંબંધોની શંકામાં યુવકને પહેલાં પેશાબ પીવડાવ્યો અને પછી…

યુપી: પંચાયતે આડા સંબંધોની શંકામાં યુવકને પહેલાં પેશાબ પીવડાવ્યો અને પછી…

 | 2:03 pm IST

ઉત્તરપ્રદેશા સહારનુપુરમાં એક પંચાયતમાં પ્રેમ સંબંધોની શંકામાં એક યુવકને જાહેરમાં પેશાબ પણ પીવડાવ્યો છે. એટલું જ નહીં પંચાયત યુવકને શેરીમાં દેખાવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી દીધી છે. પંચાયતની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ, ત્યારબાદ ભર પંચાયતમાં પેશાબ પીવડાવ્યા બાદ ગભરાયેલા યુવકે ઝેર ખાઇની આત્મહત્યા કરવાની કોશિષ કરી, તેને જિલ્લા હોસ્પિટલના ટ્રોમામાં દાખલ કરાયો છે.

આ કેસ મીડિયામાં આવ્યા તો પોલીસ અધિકારીઓએ કેસની તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઇન્દિરા કોલોનીમાં રહેતા યુવકે શેરીની જ યુવતી સાથે આડા સંબંધોનો આરોપ મૂકીને પંચાયત બોલાવી હતી.

પંચાયતમાં શેરીના બિરાદરીના પ્રધાન અને જવાબદારો લોકોએ સેંકડો પુરુષ અને મહિલાઓની હાજરી હતી. યુવકના મતે પંચાયતના લોકોએ એક યુવતીની સાથે તેના આડા સંબંધનો આરોપ મૂકયો હતો. જો કે યુવતીએ પણ આડા સંબંધોની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ પંચાયતે તેમની એક સાંભળી અને યુવકને જોરદાર ધોઇ નાંખ્યો.

ત્યારબાદ તેને ચારે બાજુતી ઘેરીને ચોકની વચ્ચે બેસાડવામાં આવ્યો. અહીં પંચાયતના આદેશ પર કેટલીક મહિલાઓએ તેને માત્ર પેશાબથી નહવડાવ્યો જ નહીં પરંતુ તેને પેશાબ પીવડાવી દીધો. ચોંકાવનારી વાત એ રહી આ દરમ્યાન હાજર લોકોએ આ બાબતમાં કંઇ જ કહ્યું નહીં. જ્યારે પંચાયત તેને પેશાબ પીવડાવી રહી હતી ત્યારે હાજર લોકો તેનો વીડિયો બનાવી રહ્યાં હતા.