મોબાઈલ ચોરાયા બાદ તેમાં રહેલા ડેટા સાથે શું શું થઈ શકે છે, તે આંખ ઉઘાડતો કિસ્સો જાણી લો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોબાઈલ ચોરાયા બાદ તેમાં રહેલા ડેટા સાથે શું શું થઈ શકે છે, તે આંખ ઉઘાડતો કિસ્સો જાણી લો

મોબાઈલ ચોરાયા બાદ તેમાં રહેલા ડેટા સાથે શું શું થઈ શકે છે, તે આંખ ઉઘાડતો કિસ્સો જાણી લો

 | 8:07 pm IST

મોબાઇલ ફોનની ચોરી સામાન્ય ચોરીને બદલે ગુડગાંવના રહેવાસી માટે બ્લેકમેલનું દુઃસ્વપ્ન બની ગઇ હતી. વિશાલ સિંહ (નામ બદલેલું છે) સાયબર હબમાં કામ કરે છે. ગયા ઓક્ટોબરમાં તે વેકેશન દરમિયાન એક હોટેલમાં રોકાયો હતો, ત્યાંથી તેનો ફોન ચોરાઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં ફોન નહીં મળતાં સ્થાનિક પોલીસમાં તેણે ફરિયાદ કરી હતી.

પરંતુ આ વર્ષે ગયા માર્ચમાં ચોરાયેલા ફોનને પગલે ત્રાસ ભોગવવાનો સમય આવ્યો હતો. માર્ચ મહિનામાં સાયબર હબના કર્મચારીએ કોઇ અજાણ્યાનો ફોન રિસીવ કર્યો હતો. ફોનમાં એ અજાણ્યાએ વિશાલ અને તેના મિત્રોના અંગત વીડિયો તથા ફોટાવાળો ફોન પોતાની પાસે હોવાનું કહ્યું હતું. જો વિશાલ ૮૦ લાખ નહીં ચૂકવે તો આ વીડિયો તથા ફોટા વોટ્સએપ, યુટયૂબ અને ફેસબુક પર પોસ્ટ કરી દેવાની ધમકી આપી હતી.

શરૃઆતમાં તો વિશાલે કોઇએ ટીખળ કરી હોવાનું માની લીધું હતું. પરંતુ એ પછી તેને ખ્યાલ આવ્યો કે ઇમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ મેળવી લેવાયા છે અને તેનો ઉપયોગ કરીને વિશાલે ફોન ચોરાઇ ગયા બાદ ડિલીટ કરેલા કેટલાય ફોટા ફરી દેખાવા માંડયા હતા. ફોનમાં બીજા અંગત કહી શકાય એવા વીડિયો અને ફોટા હતા.

ઓક્ટોબરમાં ફોન ચોરાયો ને માર્ચમાં ધમકી શરૃ થઇ
એ બાદ ફોન અને ટેક્સ્ટ મેસેજ આવતા રહ્યા અને ફોટા તેમજ વીડિયો માટે ૮૦ લાખ ચૂકવવા માટે માગણી થતી રહેતી હતી. જો ૮૦ લાખ ચૂકવવામાં નહીં આવે તો ફોટો તથા વીડિયો સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરનેટ પર વાઇરલ કરી દેવાની ધમકી અપાઇ હતી. પોલીસ પાસે જઇશ તો પણ ફોટો- વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી અપાઇ હતી. જો કે આખરે તો વિશાલે ગુડગાંવ પોલીસમાં ગયા સોમવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે.