Man breastfeeds baby in adorable viral video Read that again
  • Home
  • Videos
  • Featured Videos
  • પુરુષે બાળકીને એ રીતે સ્તનપાન કરાવ્યું કે વીડિયો વાયુવેગે વાયરલ, લાગણીઓનું ઘોડાપૂર આવ્યું

પુરુષે બાળકીને એ રીતે સ્તનપાન કરાવ્યું કે વીડિયો વાયુવેગે વાયરલ, લાગણીઓનું ઘોડાપૂર આવ્યું

 | 8:47 pm IST

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટ્વિટર પર એક વીડિયો વાયરલ થયો કે જેમાં લોકો ખાતરી આપી રહ્યા છે કે જોઈને તમારા મુખ પર સ્મિત આવી જશે. આઠ સેકન્ડની આ ક્લિપમાં એક વ્યક્તિ પોતાની પુત્રીને સ્તનપાન કરાવતો જોવા મળી રહ્યો છે. હા ખરેખર તે સાચું છે.

વીડિયોઓની પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે. શિશુની માતા આસપાસ ન હતી અને બાળક ભૂખ્યું હતું. તેના પિતા માટે બાળકીને આશ્વાસન આપવું મુશ્કેલ હતું કારણ કે તે બોટલમાંથી દૂધ પીવા માટે તૈયાર નહોતી. તો બીજું તો શું કરી શકે? એ પુરુષે એકદમ સરળ ઉપાય શોધી કાઢ્યો! તેણે તેની ટીશર્ટની નીચે દૂધની બોટલ રાખી અને આગળ શું થયું તે જોવા માટે તમારે વીડિયો જોવો પડશે.

વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે તેની મમ્મી બહાર ગઈ છે તે બોટલમાં દુધ પીતી નથી, તેથી મારે તેને આ રીતે સ્તનપાન કરાવવું પડ્યું. આ ખૂબ રમુજી છે, હું રડી રહ્યો છું,” વીડિયોને ચાર મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. હાલમાં તે ખુબ વાયરલ થઈ ગયો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન