મહેસાણા: પ્રેમીએ પ્રેમિકાને પહેલા માર્યા છરીના ઘા અને પછી સળગાવી, જાણો કેમ - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણા: પ્રેમીએ પ્રેમિકાને પહેલા માર્યા છરીના ઘા અને પછી સળગાવી, જાણો કેમ

મહેસાણા: પ્રેમીએ પ્રેમિકાને પહેલા માર્યા છરીના ઘા અને પછી સળગાવી, જાણો કેમ

 | 4:31 pm IST

મહેસાણા જિલ્લાનાં બહુચરાજીમાં યાત્રિક ભવનમાં પ્રેમી પંખીડા દ્વારા આત્મવિલોપનનાં મોમલો બન્યો હતો હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના પ્રેમી યુગલે બહુચરાજીની ધર્મશાળામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ યુવક અને યુવતીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે તેઓ મહેસાણાના બહુચરાજી મંદિર હસ્તકની પોપટવશા ધર્મશાળામાં આવ્યા હતા. જણાએ ધર્મશાળાના રૂમ નંબર 108માં પોતાની જાત ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ મામલો હવે હત્યાના ષડયંત્રમાં ફેરવાઇ ગયો છે. પ્રેમીએ જ પ્રેમિકાની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર, પ્રેમીએ પહેલા તો પ્રેમિકાને છરીના ઘા માર્યા હતા અને બાદમાં તેના પર કેરોસીન છાંટી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે પ્રયાસમાં તે પોતે પણ દાઝી ગયો હતો. હવે આ મામાલામાં પ્રેમિકાએ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નોંધાવી છે. બહુચરાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રેમિકાને જલાવાના પ્રયાસથી ધર્મશાળાના રૂમમાં રાખેલા ગાદલા, સોફા બળીને ખાખ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન