Man Came In Front Of Defence Minister Rajnath Singh Convoy
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજનાથ સિંહની કાર સામે ધસી આવી એક વ્યક્તિએ કરી દીધી વિચિત્ર માંગણી…Video

રાજનાથ સિંહની કાર સામે ધસી આવી એક વ્યક્તિએ કરી દીધી વિચિત્ર માંગણી…Video

 | 6:25 pm IST

રાજધાની દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં ચુક સામે આવી હતી. એક અજાણ્યો વ્યક્તિ રાજનાથ સિંહના કાફલા સામે આવી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી હતી. આ વ્યક્તિનું કહેવું હતું કે, તેને આધારકાર્ડમાં નામ બદલાવવુ છે અને તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું છે. તે વારંવાર વડાપ્રધાનને મળવાની જીદ કરી રહ્યો હતો. આ ઘટના સંસદ ભવનની નજીક જ ઘટી હતી.

આ વ્યક્તિનું નામ વિશ્વર દાસ ગુપ્તા તરીકે થઈ છે. તેની ઉંમર 35 વર્ષની આસપાસ છે. તે ઉત્તર પ્રદેશના કુશીનગરનો રહેવાસી છે. આ વ્યક્તિ માનસીક રીતે અસ્થિર હોવાનું કહેવાય છે. આ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ બદલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની જીદે ચડ્યો હતો. તે બપોરે 1:25 વાગ્યે સંસદ ભવનની નજીક એક રોડ સુઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન