Man collapse from terrace in Vadodara while flying kites
  • Home
  • Ahmedabad
  • વધુ એક પરિવારમાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, ધાબા પરથી પટકાતા યુવાનનું મોત

વધુ એક પરિવારમાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, ધાબા પરથી પટકાતા યુવાનનું મોત

 | 6:39 pm IST

સતત બે દિવસથી રાજ્યમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક પરિવારોમાં આ તહેવાર માતમમાં ફરેવાયો છે. રાજ્યમાં ઉત્તરાયણની મોજ મસ્તી અકસ્માતોમાં મોત થવાની ઘટનાઓ બની છે. ગઈકાલ સુધી અમદાવાદ અને વડોદરા શહેરમાં અકસ્માતે બે યુવાનનાં મોત થયા હોવાના બનાવ બનાયા હતા. ત્યારે હવે વડોદરાથી વધુ એક દુ:ખદ ઘટના સામે આવી છે.



મળતી માહિતી મુજબ વડોદરામાં આવેલ ઓપી રોડ વિસ્તારના શિવ નિકેતન સોસાયટીની આ ઘટના છે. જ્યાં 45 વર્ષીય નાગેન્દ્ર જમાદાર નામના યુવાનનું ધાબા પરથી પટકાતા મોત નીપજ્યું છે. માહિતી પ્રમાણે પતંગ ચગાવતી વખતે પગમાં દોરી વીંટળાઈ જતા યુવાન ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યા છે. યુવાન દિવસે મોડી સાંજે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવતા હતા. તે સમયે તેમના પગમાં દોરી વીંટળાઈ ગઇ હતી. જેથી તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ યુવાનનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

અમદાવાદમાં બે બાઇક વચ્ચે અકસ્માત:

અમદાવાદમાં ગઈકાલે પતંગની દોરીથી બચવા જતા બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું હતું. અમદાવાદના અકસ્માતમાં એક વાહન ચાલક પાછળ બેસેલા વ્યક્તિના હાથમાં રહેલો થેલો પડી જતા તેમાંથી બિયરના ટીન પણ પછડાયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ને રાજ્યભરમાંથી 1305 ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108નો એક કેસ વધારે સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં બે વ્યક્તિના મોતનાં સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન