NIFTY 10,164.10 -22.50  |  SENSEX 32,882.94 +-58.93  |  USD 65.3100 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ વ્યાજખોરના ત્રાસના કારણે યુવકનો આપઘાત, ૧૦થી ૩૦% વ્યાજે લીધા

અમદાવાદઃ વ્યાજખોરના ત્રાસના કારણે યુવકનો આપઘાત, ૧૦થી ૩૦% વ્યાજે લીધા

 | 9:36 am IST

બનાસકાંઠાના યુવકને ૧૦થી ૩૦ ટકા વ્યાજે રુપિયા આપ્યા હતા. આ વ્યાજે આપેલા રુપિયા નહી ચુકવતા તેણે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમા આનંદ દેસાઇ નામના શખસ સામે ફરિયાદ નોધાઇ હતી. પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ લઇ વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે. વ્યાજખોરો ધાક ધમકીઓ આપતા અને ઓફિસ આવવાની ધમકીઓ આપતા હતા.

ઓટો મોબાઇલ્સમાં મેનેજર તરીકે કામ કરતો હતો સુનિલ
બનાસકાંઠાના દિયોદર ગામે રહેતા સુનિલ ઇશ્વરલાલ ખત્રી દિયોદર ખાતે ઓટો મોબાઇલ્સમાં મેનેજર તરીકે કામ કરે છે. તેઓ માતા ચંપાબહેન, બહેન કિરણ, નાની બહેન નુતન અને સૌથી નાનો ભાઇ અતુલ(ઉ.૨૫) બીએસસી બાયોટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો અને પાંચ વર્ષથી અમદાવાદ કે.કે.નગર સેકટર-૩માં ભાડે રહેતો હતો. અતુલ એકોન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. અતુલ સાથે તેનો મિત્ર વિશાલ કમલેશ માધુ અને અજય મહેન્દ્ર છુંછા (બંને રહે, બનાસકાંઠા) રહેતા હતા. ગત તા. ૧૮-૦૪-૨૦૧૭ના રોજ અતુલે આપઘાત કરી લીધો હતો. બાદમાં તા. ૨૩-૦૬-૨૦૧૭ના રોજ અતુલનો સામાન સાથે મોબાઇલ પણ દિયોદર તેમનો ભાઇ સુનિલ લાવ્યા હતા. કોલ ડિટેલ્સ સાંભળતા તેમ આનંદ દેસાઇ(સુરપરા) નામનો શખસ વ્યાજે આપેલા રુપિયા બાબતે ધાક ધમકી આપતો હતો.

ફેસબુક અને મોબાઇલમાંથી ગાળો લખેલા અને ધમકી ભર્યા SMS મળ્યા
મોબાઇલમાંથી ગાળો લખેલા અને ધમકી લખેલા એસએમએસ પણ મળી આવ્યા હતા. વ્યાજખોર આનંદ દેસાઇએ ફેસબુક પર પણ ગાળો લખી ફોન કરવા જાણ કરી હતી. તેની સાથે આકાશ બાદશાહ નામના શખસે પણ મેસેજ કર્યો હતો. અતુલના સામાનમાં કાગળ મળ્યો હતો જેમાં હિસાબ લખ્યો હતો. તેમાં રોનક પાસેથી ૬ ટકા અને ડેઇલી, માલજી પાસેથી ડેઇલી, બાદશાહ પાસેથી ૨૦ ટકા માસીક, નીકો પાટણ નામના શખસ પાસેથી ૧૦ હજાર એમ કુલ ૩.૯૦ લાખ થતાં હતા. બીજા કાગળમાં રોનક ડેઇલી, માસીક ૬ ટકા, માલજી ડેઇલી, નિકો માસીક ૩ ટકા, આકાશ માસીક ૨૦ ટકા, આનંદ ૧૦ દિવસ ૧૦ ટકા, રોનક ૧૦ દિવસ ૧૦ ટકા, આરડી માસીક ૭ ટકા તેવા હિસાબ લખેલો પોલીસમાં રજૂ કર્યો છે. આ ટોળકીએ આનંદ દેસાઇ તથા અન્ય ઇસમોએ ૧૦થી ૩૦ ટકા સુધી વ્યજ નહી ચુકવી શકતા આપઘાત કર્યો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.