પ્લેન હાઈજેક કરવાના શકમાં કોચી એરપોર્ટ પરથી યુવકની ધરપકડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પ્લેન હાઈજેક કરવાના શકમાં કોચી એરપોર્ટ પરથી યુવકની ધરપકડ

પ્લેન હાઈજેક કરવાના શકમાં કોચી એરપોર્ટ પરથી યુવકની ધરપકડ

 | 8:59 pm IST

કોચી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વ્યક્તિને પ્લેન હાઈજેક કરવા માટે ષડયંત્ર રચવાના શકમાં સીઆઈએસએફની ટીમે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવક પર આરોપ છે કે, તેને જેટ એરવેટની ફ્લાઈટ 9W 825 જે કોચીથી મુંબઈ જઈ રહી હતી તેને હાઈજેક કરવાની કોશિશ કરી હતી. આરોપી સાથે સુરક્ષા એજન્સીઓ હાલમાં પૂછતાછ કરી રહી છે. તમને જણાવી દઈએકે, સોમવારે કોચીથી દિલ્હી વચ્ચે જેટ એરવેજની એક ઉડાનને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને 2 કલાક લેટ રવાના કરવામાં આવી હતી. મળેલી જાણકારી અનુસાર જેટવેર ફ્લાઈટ નંબર 9W 825ને સુરક્ષાના કારણોસર બે કલાક સુધી રોકવામાં આવી હતી, આ દરમિયાન એરપોર્ટ કર્મચારીઓ દ્વારા વિમાનની સુરક્ષાની તપાસ કરવામાં આવી ત્યાર બાદ લગભગ બપોરે બે કલાકે વિમાનને રવાના કરવામાં આવ્યો હતો.