Man do Chor Aashan video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો ‘ચોર આસન’ Video, જોઈ તમે પણ કહેશો ‘અરે આ શું…’

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ‘ચોર આસન’ Video, જોઈ તમે પણ કહેશો ‘અરે આ શું…’

 | 5:44 pm IST

દૈનિક ધોરણે યોગ કરવાથી વ્યક્તિનું શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. યોગના વિવિધ આસનો, પ્રાણાયામ સહિતની કસરત હાલ વેબ દુનિયમાં તમને સરળતાથી મળી જશે. પરંતુ સોશિયલ મીડિયા પર હવે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શખ્સ ‘ચોર આસન’ કરતા જેવા મળી રહ્યો છે.

જી હાં, ‘ચોર આસન’…આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ઘરની બહાર લાગેલા બલ્બની ચોરી કરતા નજરે આવી રહ્યો છે. પરંતુ ચોરી કરવાની ટ્રિક એવી છે કે જેને જોઈ દરેક કોઈ હેરાન થયું છે. આ વાયરલ વીડિયો ક્યાંનો છે તે અંગે હાલ કોઈ માહિતી નથી પરંતુ આ ‘ચોર આસન’ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી મજા લઈ રહ્યા છે. જો કે, કેટલાક યુઝર્સનું માનવું છે કે આ માત્ર ટીક-ટોક વીડિયો માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ સાચી હકીકત શું છે તે અંગે હાલ કોઈ માહિતી નથી.

વાયરલ વીડિયોમાં શખ્સ એક ઘરની બહાર લાગેલ બલ્બની ચોરી યોગા કરતા કરે છે. તે પહેલા ચારેકોર જુએ છે અને તક જોઈ ઘરના ઓટલા પર ચઢી જાય છે. પછી હાથ ઉપર-નીચે કરતા યોગા કરવાની સ્ટાઇલમાં ઉપર લાગેલા બલ્બની ચોરી કરી ત્યાંથી ચાલ્યો જાય છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન