Man Driving Car In Sleep On Highway
  • Home
  • Featured
  • હાઈવે પર આરામથી ઊંઘમાં વ્યક્તિ હંકારી રહ્યો હતો કાર, જોઇલો ખતરનાક વિડીયો

હાઈવે પર આરામથી ઊંઘમાં વ્યક્તિ હંકારી રહ્યો હતો કાર, જોઇલો ખતરનાક વિડીયો

 | 6:42 pm IST

રસ્તામાં આવતા-જતા વાહન ચલાવનારાઓને જોશો તો તમને સૌની એક અલગ સ્ટાઇલ જોવા મળશે. ખાસ કરીને બાઇક, એક્ટિવા કે સ્કૂટર તેમજ રીક્ષા ચલાવતા ચાલકોની સ્ટાઇલ જોશો તો એ દરેક સ્ટાઇલમાં એક વિભિન્નતા જોવા મળશે. જો કે કારની અંદર આવી સ્ટાઇલ પ્રમાણે બેસી શકાતુ નથી અને આરામદાયક સવારી હોવાના કારણે કેટલીકવાર કાર ચલાવતા ચલાવતા જ ઝોકા આવી જતા હોય તેવું જોવા મળતુ હોય છે. પરંતુ આ વિડીયોમાં એક વ્યક્તિ ઊંઘમાં જ કાર ચલાવી રહ્યો છે જે ઘણું જ ખતરારૂપ છે.

વ્યક્તિ જે રસ્તા પર કાર ચલાવી રહ્યો છે તે રસ્તા પર અન્ય વાહનોની પણ અવર-જવર થઇ રહી છે. ઊંઘમાં આ વ્યક્તિને કાર ચલાવતા જોઇને એક અન્ય કારચાલકે તેનો વિડીયો ઉતાર્યો હતો જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ વાહનચાલકે સાવચેતી અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન