Man Electrocuted while Charging Phone and Using Earphones at Thailand
  • Home
  • Featured
  • ચાર્જિંગમાં ફોન મૂકી યુવક ઇયરફોન લગાવી સૂતો હતો, પછી જોયું તો હતો આવી સ્થિતિમાં

ચાર્જિંગમાં ફોન મૂકી યુવક ઇયરફોન લગાવી સૂતો હતો, પછી જોયું તો હતો આવી સ્થિતિમાં

 | 8:20 am IST

થાઇલેન્ડમાં એક 24 વર્ષના યુવકને તેના એપાર્ટમેનટમાં જ મૃત જોયો. પોલીસને શંકા છે કે તેનું મોત સ્માર્ટફોન દ્વારા થયેલ ઇલેક્ટ્રોક્યુશનના લીધે થયું હશે. યુવક પોતાના કાનમાં ઇયરફોન અને પાવર એક્સટેંશન સૉકેટથી જોડાયેલ સમાર્ટફોનની સાથે બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

એક રિપોર્ટ પ્રમાણે થાઇલેન્ડની પોલીસનું માનવું છે કે યુવકનું મોત મુખ્યત્વે શોર્ટ સર્કિટના લીધે થયું હશે. એવું મનાય છે કે 24 વર્ષનો યુવક પોતાનો સ્માર્ટફોન ચાર્જીંગમાં લગાવી કોઇ ગીત સાંભળતો હશે અને કોઇ સાથે વાત કરતો હશે. સ્માર્ટફોન સેમસંગનું કોઇ મોડલ હતું અને તેને કોઇ સસ્તા થર્ડ પાર્ટી ચાર્જરથી ચાર્જ કરાઇ રહ્યો હતો. સાથો સાથ એ પણ જોવા મળ્યું કે યુવકે પોતાના હોઠ પર ઇયરફોનના માઇક્રોફોનવાળા ભાગને રાખી મૂકયો હતો.

પોલીસ કેપ્ટન પૉલ્થૉન્ગે કહ્યું કે અમારું માનવું છે કે શોર્ટ સર્કિટથી તેનું મોત થયું હશે જ્યારે તે યુવક કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યો હશે અથવા તો ગીત સાંભળી રહ્યો હશે. આ રીતે ઘણા બધા લોકો ખતરામાં પડી શકે છે જે સસ્તા ચાર્જિંગ એડેપ્ટરનો ઉપયોગ કરે છે. આ એ ચાર્જર હોય છે જે સત્તાવાર કંપનીએ બનાવેલું હોતું નથી. એવું લાગે છે કે યુવકનું મોત કરંટ લાગવાથી થયું હોય. જો કે મોતના વાસ્તવિક કારણો જાણવા માટે અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

જો ખરેખર મોત કરંટ લાગવાથી થયું હોય તો આ ઘટના ફરી એક વખત લોકોની બેદરકારીની તરફ ઇશારો કરે છે. સમાર્ટફોન કંપનીઓ હંમેશા લોકોને કહે છે કે કોઇ બિનસત્તાવાર સ્માર્ટફોન એસેસરીઝનો ઉપયોગ કરવાથી બચો. સસ્તી એસેસરીઝ ભલે સસ્તી હોય પરંતુ કયારેક તે જીવલેણ સાબિત થઇ શકે છે. a