દુષ્કર્મનો પ્રયાસ કરનારને મહિલાએ સબક સિખવાડ્યો, થાંભલા સાથે બાંધી ગુપ્તાંગ જ કાપી નાખ્યું - Sandesh
  • Home
  • India
  • દુષ્કર્મનો પ્રયાસ કરનારને મહિલાએ સબક સિખવાડ્યો, થાંભલા સાથે બાંધી ગુપ્તાંગ જ કાપી નાખ્યું

દુષ્કર્મનો પ્રયાસ કરનારને મહિલાએ સબક સિખવાડ્યો, થાંભલા સાથે બાંધી ગુપ્તાંગ જ કાપી નાખ્યું

 | 5:01 pm IST

ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું જાણે નામ જ નથી લઈ રહી. એક તરફ બળાત્કારનો ભોગ બનાવ્યા બાદ પીડિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે ત્યારે ઉત્તર પ્રદેશના ઈટાવામાં મહિલાની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે.

ઈટાવાના એક ગામમાં દુષ્કર્મ કરવાના ઈરાદે ઘરમાં ઘુસી આવેલા એક વ્યક્તિથી પોતાની આબરૂ બચાવવા મહિલાએ અદમ્ય સાહસનો પરિચય કરાવ્યો હતો. મહિલાએ આરોપીને થાંભલા સાથે બાંધીને તેનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું હતું.

ઈટાવાના બહેસરના દુર્ગાપુર ગામમાં ગઈ કાલે મંગળવારે રાત્રે અંધારાનો લાભ લઈ એક યુવક બળાત્કાર કરવાના ઈરાદે મહિલાના ઘરમાં ઘુસી આવ્યો. જેને મહિલાએ દબોચી લીધો હતો. મહિલાએ આરોપીને બાંધી દીધો હતો. ત્યાર બાદ યુવકને ઘરમાંથી બહાર લાવી એક થાંભલા સાથે બાધ્યો અને યુવકનું લિંગ જ કાપી નાખ્યું હતું. બાદમાં મહિલાએ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને સારવાર અર્થે સૈફઈ મેડિકલ યૂનિવર્સિટીમાં ખસેડ્યો હતો. મહિલાએ આરોપી મનોજ કુમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઈટાવાના એસપીએ જણાવ્યું હતું કે, આરોપી મહિલાનો દૂરનો ભત્રીજો થાય છે.

આ સાહસ બદલ આસપાસના વિસ્તારમાં મહિલાના સાહસની ચર્ચા પણ થઈ રહી છે.