Man Fall In Deep Water While Proposing Girlfriend On Boat
  • Home
  • Videos
  • Featured Videos
  • બોટ પર પ્રપોઝ કરતા સમયે મોઢા પર પડી છોકરીની જોરદાર લાત, પાણી ભેગો થઈ ગયો પ્રેમી

બોટ પર પ્રપોઝ કરતા સમયે મોઢા પર પડી છોકરીની જોરદાર લાત, પાણી ભેગો થઈ ગયો પ્રેમી

 | 11:58 am IST

એક છોકરો છોકરીને પ્રપોઝ કરવા માટે બોટ પર ચઢ્યો, ત્યારે કંઇક એવું થયું જેણે દરેક જણને ચોંકાવી દીધા. મેરેજ પ્રપોઝ સંપૂર્ણ રીતે બેકાર થઈ ગયું. આ વિડીયોને ટ્વિટર પર થિયો શૈન્ટાનોસે શેર કર્યો છે, જ્યાંથી આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છોકરો જેવો પ્રપોઝ કરવા પહોંચે છે. જે બોટ પર મહિલા ઉભી હતી તે અચાનક ચાલવા લાગે છે અને મહિલા બોટમાં ઊંધા માથે પડે છે, ત્યારે તેની લાત છોકરાના મોઢા પર લાગે છે જેથી છોકરો પાણીમાં પડે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો 27 સપ્ટેમ્બરના શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 1.4 લાખ વ્યૂઝ થઈ ચુક્યા છે. સાથે જ હજારથી વધારે લાઇક્સ અને 400થી વધારે રિ-ટ્વીટ્સ થઈ ચુક્યા છે. લોકોએ આ વિડીયો પર મજેદાર કૉમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે ‘ઘણું બધુ હસાવવા માટે ધન્યવાદ. આશા કરું છું કે છોકરો ઠીક હશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન