NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હું ડ્રાઈવ કરીને પાછો આવું, કહીં ગઠિયો કાર લઈને રફુચક્કર…

હું ડ્રાઈવ કરીને પાછો આવું, કહીં ગઠિયો કાર લઈને રફુચક્કર…

 | 8:45 am IST

અમદાવાદના ચાંદખેડામાં વેપારીએ કાર વેચવા માટે વેબસાઇટ પર જાહેરાત કરી હતી. વેબસાઇટ આધારે કાર ખરીદવા આવેલો શખ્સ પોતાનુ એક્ટિવા મુકી પાંચ લાખની કાર લઇ ભાગી ગયો હતો. ટેસ્ટ ડ્રાઇવના નામે કાર લઇ જતાં વેપારીએ આખરે રાહ જોયા બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

ચાંદખેડા પ્રહલાદપાર્ક સોસાયટીમાં ધર્મેન્દ્ર પઢીયાર પરિવાર સાથે રહે છે અને કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓ પાસે એક ૨૦૧૫ના મોડલની સ્વિફ્ટ કાર હતી જેનો વપરાશ ન થતો હોવાના કારણે તેઓએ વેબસાઇટ પર કાર વેચવા માટે જાહેરાત મુકી હતી. જાહેરાતના આધારે ૮મી જાન્યુઆરી બપોરે ફોન આવ્યો હતો અને કાર જોવાની ઇચ્છા વ્યક્ત કરતા ધર્મેન્દ્ર પઢીયારે પોતાના સરનામા પર બોલાવી લીધો હતો. કાર ખરીદનાર વ્યક્તિ એક્ટિવા લઇને આવ્યો અને કાર અંદર બહારથી જોતો હતો.

દરમિયાનમાં તેણે કાર ચાલુ કરી કહ્યું કે, હું આવું છે તેમ કહી કાર લઇને ગયા બાદ પરત આવ્યો નહી. તેનું એક્ટિવા પણ પાર્કીંગમાં મુકેલી હોવાથી વેપારીને વિશ્વાસ આવ્યો હતો પરંતુ તે કાર લઇને ગયા બાદ પરત આવ્યો ન હતો. એક્ટિવા લઇને આવનાર શખસનો મોબાઇલ ફોન અને તેના એક્ટિવાના નંબર આધારે તપાસ કરી પરંતુ ન મળી આવતા આખરે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.