Man had been beaten AAP Leader Publicly in Delhi
  • Home
  • Videos
  • Featured Videos
  • 25 લાખ ના આપતાં AAP નેતાએ યુવકના કર્યા આવા હાલ, જુઓ Video

25 લાખ ના આપતાં AAP નેતાએ યુવકના કર્યા આવા હાલ, જુઓ Video

 | 12:18 pm IST

કિરાડી વિધાનસભામાં મારપીટનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ઝા એક યુવકને ઢોરમાર મારી રહેલા નજરે ચડે છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી. યુવકને બચાવવાની કોશિશ પણ નથી કરવામાં આવતી. આ મામલો 14 નવેમ્બરના દિવસે છઠ્ઠ પૂજાનો છે. વિકાસ નામના યુવક પર આરોપ છે કે તેણે કેટલાક યુવકો સાથે મળીને છઠ્ઠ પૂજાના દિવસે મોહલ્લાની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને ગાળો ભાંડી હતી. એ પછી ભડકેલા લોકો અને આપના પ્રતિનિધિ સૌરભ ઝાએ વિકાસને લાકડીથી ઢોરમાર માર્યો હતો. વિકાસની માતાનું માનીએ તો સૌરભ ઝાએ આ કેસને રફેદફે કરવા માટે 25 લાખ રૂપિયા માગ્યા હતા પણ તેમણે આ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી સૌરભ ઝાનો ગુસ્સા સાતમા આસમાને પહોંચી ગચો અને વિકાસને ઢોરમાર માર્યો હતો.