video જોઈને હ્રદયના ધબકારા વધી જશે, ચાલુ બુલેટ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકની આંગળી ફસાઈ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • video જોઈને હ્રદયના ધબકારા વધી જશે, ચાલુ બુલેટ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકની આંગળી ફસાઈ

video જોઈને હ્રદયના ધબકારા વધી જશે, ચાલુ બુલેટ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકની આંગળી ફસાઈ

 | 1:40 pm IST

ચાલુ ટ્રેને ભાગવું કેટલું ખતરનાક બની શકે છે તે આ વીડિયો જોઈને તમને ખબર પડશે. આ ઘટના ચીનના એક રેલવે સ્ટેશનની છે જ્યાં એક વ્યક્તિની આંગળી ટ્રેનના કોચના દરવાજામાં ફસાઈ ગઈ. તેણે મજબુરીમાં ચાલુ ટ્રેને ભાગવું પડ્યું. વ્યક્તિનું નસીબ સારુ રહ્યું કે જેવી ટ્રેને સ્પીડ પકડી તેની થોડી ક્ષણો પહેલા જ તેની ફસાયેલી આંગળી બહાર નીકળી ગઈ. અહેવાલો મુજબ તે વ્યક્તિનો જીવ બચી ગયો છે.

ચીનના પીપલ્સ ડેઈલીના જણાવ્યાં મુજબ આ ઘટના ચીનના જિયાંગ્સુની છે જ્યાંના રેલવે સ્ટેશન પર વ્યક્તિને અચાનક યાદ આવ્યું કે તેણે ખોટી ટ્રેન પકડી છે. તેણે ચાલુ ટ્રેને બહાર નિકળવાનો પ્રયત્ન કર્યો. નીકળતી વખતે તેના હાથની આંગળી દરવાજામાં ફસાઈ ગઈ. એટલામાં ટ્રેન ચાલુ થઈ ગઈ. ત્યાં હાજર લોકોએ ટ્રેનના ડ્રાઈવરને ઈશારો કરીને ટ્રેન રોકવાની કોશિશ કરી પરંતુ તે કામ ન લાગી. આ ઘટના સ્ટેશન પર ફીટ કરેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

;