મુંબઇ: સચિનની દીકરી સારાને ફોન કરી પરેશાન કરનારની ધરપકડ - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઇ: સચિનની દીકરી સારાને ફોન કરી પરેશાન કરનારની ધરપકડ

મુંબઇ: સચિનની દીકરી સારાને ફોન કરી પરેશાન કરનારની ધરપકડ

 | 2:14 pm IST

રાજ્યસભા સાંસદ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની છેડતીની ઘટના સામે આવી છે. છેલ્લાં ઘણા સમયથી સારાને કોઇ અજાણી વ્યક્તિ ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મુંબઇ પોલીસે કોલકત્તાના રહેવાસી આરોપીની આ કેસમાં ધરપકડ કરી લીધી છે.

આરોપી યુવક બંગાળના ઇસ્ટ મિદનાપુર જિલ્લાના મહિષાડલ વિસ્તારનો રહેવાસી છે. મુંબઇ પોલીસે શનિવારની રાત્રે મહિષાડલથી યુવકની ધરપકડ કરી લીધી. યુવકને હલ્દિયા કોર્ટમાં રજૂ કરાયો અને ટ્રાંઝિટ રિમાન્ડની માંગણી કરી છે. પોલીસ હવે એ જાણવાની કોશિષ કરી રહ્યું છે કે આરોપી યુવકને સચિનના ઘરનો અને સારા તેંડુલકરનો મોબાઇલ નંબર કેવી રીતે મળ્યો.

સૂત્રોએ જણાવ્યું કે દેવકુમાર મૈતી વારંવાર ફોન કરીને પ્રેમની વાતો કરતો અને પ્રપોઝ કરતો હતો. છેલ્લાં મહિનાથી ફોન કરતો અને છેલ્લે 2 જાન્યુઆરી 2018ના રોજ ફોન કર્યો હતો. તેને કિડનેપ કરવાની ધમકી પણ આપી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો.

આરોપી યુવક એ જ્યારે ક્રિકેટરની ઓફિસ કોલ કર્યો તો બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ. મુંબઇ પોલીસ એ ફોન ટ્રેસ કરી તેની ભાળ મેળવી હતી.

ધરપકડ કરાયેલ યુવકના પરિવારનું કહેવું છે કે યુવકની માનસિક સ્થિતિ બરાબર નથી અને 8 વર્ષ થી તેની સારવાર ચાલી રહી છે. પરિવારે કહ્યું કે લગભગ એક વર્ષ પહેલાં દેવકુમાર પોતાના એક સંબંધીને ત્યાં મુંબઇ એક વર્ષ પહેલાં ગયો હતો.

આપને જણાવી દઇએ કે દેવકુમાર મૈતીને મહિષાડલમાં આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. તે પેઇન્ટિંગ બનાવા માટે આખા વિસ્તારમાં વિખ્યાત છે. પોલીસે કસ્ટડીમાં લીધો તો યુવકે કહ્યું કે તે ક્રિકેટરની દીકરીને પ્રેમ કરે છે અને તેને લગ્ન કરવા માંગે છે. એટલું જ નહીં તેણે પોતાના પાડોશીઓને પણ કહી રાખ્યું છે કે તે ક્રિકેટરની દીકરીને લગ્ન કરવાનો છે.