man holds the tail of a 17 feet long anaconda which Video viral
  • Home
  • Featured
  • 17 ફુટ લાંબા એનાકોન્ડા સાથે ન કરવાની હરકત કરતાં શખ્સનો વીડિયો વાયરલ, લોકોએ ધોઈ નાંખ્યો!

17 ફુટ લાંબા એનાકોન્ડા સાથે ન કરવાની હરકત કરતાં શખ્સનો વીડિયો વાયરલ, લોકોએ ધોઈ નાંખ્યો!

 | 5:54 pm IST

એક વીડિયો જે આ દિવસોમાં ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ મોટા એનાકોન્ડાને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો વર્ષ 2014નો છે પરંતુ તે ફરી એકવાર વાયરલ થયો છે અને ચર્ચામાં આવ્યો છે. ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એક અખબાર પ્રમાણે આ ઘટના બ્રાઝિલની છે. જેમાં ત્રણ લોકો નદીમાં બોટ પર બેઠા છે અને તેને એક મોટા એનાકોન્ડાની પૂંછડી દેખાય છે. એ સાથે જ આ લોકો પૂછડી પકડીને તેને પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળેલા એનાકોન્ડાની લંબાઈ લગભગ 17 ફુટ જેટલી હોવાની માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન