યુવતીને જોઈ હસ્તમૈથુ કરવા લાગ્યો, ત્યાંથી ભગાવ્યો તો બીજી મહિલા સામે કરી આવી હરકત - Sandesh
  • Home
  • India
  • યુવતીને જોઈ હસ્તમૈથુ કરવા લાગ્યો, ત્યાંથી ભગાવ્યો તો બીજી મહિલા સામે કરી આવી હરકત

યુવતીને જોઈ હસ્તમૈથુ કરવા લાગ્યો, ત્યાંથી ભગાવ્યો તો બીજી મહિલા સામે કરી આવી હરકત

 | 6:43 pm IST

રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર વસંત કુંજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિની મહિલાઓની સામે જ હસ્તમૈથુન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

આરોપી એક બિલ્ડિંગમાં પહોંચ્યો, જ્યાં ગ્રાઉંડ ફ્લોર પર રહેતી મહિલાને તેના ઘરનું કેબલ કનેક્શન ચકાસવા કહ્યું. મહિલાએ કેબલ કનેક્શન સારૂ જ હોવાની વાત કહી તો આરોપીએ દરવાજો ખોલવાનો આગ્રહ કર્યો અને મહિલા સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો. મહિલા અને તેના મિત્રએ તેનો વિરોધ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો. આ ઘટના ગત ગુરૂવારની છે.

આ ઘટનાના અડધો કલાક બાદ લગભગ 12:30 વાગ્યે આરોપી ફરી તે જ બિલ્ડિંગ પાસે આવ્યો હતો. બિલ્ડિંગના પહેલા માળે રહેતી મહિલાને બાલકનીમાં જોતા જ તેની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ કરનારી મહિલાનું કહેવું છે કે, તે જ્યારે ઓફિસથી ઘરે પરત ફરી અને કેબમાંથી ઉતરીને ઘર તરફ જઈ રહી હતી તે દરમિયાન પણ આરોપીએ તેનો પીછો કર્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પુછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી દિલ્હીની જ એક શાળામાં તાઈક્વોંડોનો શિક્ષક રહી ચુક્યો છે. આરોપીની આ અગાઉ પણ આ જ ગુનામાં ધરપકડ કરવામાં આવી ચુકી છે અને થોડા સમય પહેલા જ જેલમાંથી છુટ્યો છે. પોલીસે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તપાસતા આરોપી હસ્તમૈથુન કરતો નજરે પડે છે.

આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ આઈપીસીની કલમ 292 અને 506 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.