man pulls snake from grass the end is too much funny see video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આ ભાઈ ઘાસમાંથી સાપ બહાર કાઢી કરામત બતાવતાં હતા, અંતે બધાનુ પોપટ થઈ ગયું

VIDEO: આ ભાઈ ઘાસમાંથી સાપ બહાર કાઢી કરામત બતાવતાં હતા, અંતે બધાનુ પોપટ થઈ ગયું

 | 6:27 pm IST

આ દુનિયામાં નોટંકીઓની સંખ્યાની કોઈ કમી નથી. જ્યાં જુઓ ત્યાં એકાદ બે તો મળી જ રહે. આ વીડિયોમાં એક શખ્સ કંઈક આવી જ નોટંકી કરતો જોવા મળી રહ્યો છે. ઘાસનું ખેતર છે અને એક માણસ ત્યાં અંદર હાથ નાથીને સાંપ બહાર કાઢતો હોય એવું બતાવી રહ્યો હતો.

15 સેકન્ડનાં આ વીડિયોમાં શરૂઆતમાં 10 સેકન્ડ તો વીડિયો જોવાની ભારે ઉત્સુકતા હોય છે. પરંતુ પછી મજાક બની જાય છે. આ વીડિયો શેર થયાના તરત જ લાખો લોકોએ જોઈ લીધો.

વીડિયોના શરૂઆતમાં એક શખ્સ ઘાસમાં હાથ નાખીને બધાને ચેતવી રહ્યો હોય અને બાકીના બીજા લોકો રાડો પાડી રહ્યા છે. બધાને એમ જ લાગે કે જે હમણાં સાપ બહાર કાઢશે. પરંતુ તે આખરે બધાને મામુ રમાડી જાય છે અને બેલ્ટ બહાર કાઢી પહેરવા લાગે છે. જ્યારે તે કંઈક વસ્તુ બહાર કાઢે તો એવું જ લાગે કે જાણે કાળો મોટો સાપ બહાર નીકળો પરંતુ એવું કશું હોતું નથી. તો જુઓ આ રમુજી વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન