Man Raped Women and Demanded Physical Activities to Women
  • Home
  • Featured
  • 41 વર્ષની મહિલા સાથે અંગત પળો માણી કહ્યું, “જો તારી દીકરી શારીરિક સંબંધ નહીં રાખે તો….”

41 વર્ષની મહિલા સાથે અંગત પળો માણી કહ્યું, “જો તારી દીકરી શારીરિક સંબંધ નહીં રાખે તો….”

 | 12:17 pm IST

ગાંધીનગર ઓગણજમાં રહેતા એક યુવક પર મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ નોંધાવી છે. 41 વર્ષની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે 28 વર્ષનાં યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. તો મહિલાની 17 વર્ષની સગીર દીકરીને પણ આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી યુવકે મહિલાને ધમકી આપી હતી કે જો તે અને તેની દીકરી તેની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તેમનાં અંગત વિડીયો તે વાયરલ કરી દેશે.

6 મહિના પહેલા બોપલમાં કાર ડ્રાઇવરનું કામ કરતા યુવકે સોલા વિસ્તાર ગેસ્ટહાઉસમાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ દરમિયાન મહિલાને ખબર ના પડે તે રીતે યુવકે તેની તસવીરો અને વિડીયો ઉતારી દીધો હતો. આ ઘટના બાદ તેણે મહિલાની સગીર દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને આ વાતની જાણ થતા તેણે યુવકને ધમકાવ્યો હતો. આ કારણે યુવકે મહિલાને વિડીયો વાયરલ કરવાની ચિમકી આપી હતી.

આ ઉપરાંત આરોપીએ ધમકી આપી હતી કે જો તે અને તેની દીકરી તેની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તેના દીકરાને મારી નાંખશે. આખે કંટાળેલી મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે.