કોરોનાએ 18 વર્ષ બાદ અપાવી ઘરની યાદ પણ જોયુ તો આવ્યો રોવાનો દાડો

18 વર્ષ પહેલા નારાજ થઇ ઘર છોડીને જતા રહેનાર મહંગી પ્રસાદ પર જ્યારે કોરોના મહામારીમાં લોકડાઉનની માર પડી તો તેઓ મુંબઇથી ઘરે પરત ફર્યા. જ્યારે તેઓ ઘરે પરત પહોંચ્યા તો માત્ર રડવાનું જ હતું. તેમને ઘરે ન તો મા મળી ન તો પત્ની જીવીત હતી.
મંહગી પ્રસાદને ઘરે મળેલ તે દીકરી, જેને તે નાની ઉંમરમાં જ છોડીને જતો રહ્યો હતો. આખરે કરી પણ શું શકે તેના નસિબમાં તો હવે માત્ર રોવાનું જ બચ્યુ હતું.
નોંધનિય છે કે, થાના તરકુલવા ક્ષેત્રના કૈથવલિયા ગામના રહેવાસી મહંગી પ્રસાદ 18 વર્ષ પહેલા કોઇ વાતને લઇ પત્નીથી નારાજ થઇ મુંબઇ ચાલ્યા ગયા હતા. તે સમયે તેમની ઉંમર લગભગ 40 વર્ષ હતી અને લગ્ન પણ થઇ ચૂક્યા હતા.
ઘરમાં મા, પત્ની અને 3 નાની દીકરીઓને છોડી મુંબઇ પહોંચેલા મહંગી પ્રસાદે રોજગાર માટે નાના-મોટા કામ કર્યા. તે એક નાનકડી એક્ટરીમાં વોચમેનનું કામ કરતા હતા. આ દરમિયાન તેમણે ઘર અને ગામ તરફ પાછૂ વળીને જોયુ પણ નહી. ઘરના લોકોએ મહંગીની ખુબ શોધખોળ કરી અને અંતમાં તેને મૃત માની સંતોષ માન્યો.
કોરોનાના કારણે લોકડાઉનમાં જ્યારે કામધંધો ઠપ્પ થઇ ગયો ત્યારે કેટલાક દિવસ ભૂખ્યા રહ્યા બાદ મહંગી પ્રસાદને ઘરની યાદ આવી. ત્યાંથી એક ટ્રકને 3500 રૂપિયા ભાડુ આપીને તે ગોરખપૂર પહોંચ્યા અને બાદમાં ચાલીને ઘરે પહોંચ્યા.
પિતાને મૃત સમજી ભૂલી જનાર દીકરી અને જમાઇએ જ્યારે મહંગી પ્રસાદને જીવીત જોયા તો તેમની ખુશીનું કોઇ ઠેકાણું રહ્યું નહી. હવે મહંગી પ્રસાદ ગામમાં જ પોતાની દીકરીઓ સાથે જિંદગી વ્યતિત કરી રહ્યો છે. હાલમાં તેમની દીકરી મીરા અને જમાઇ સાથે તેઓ રહે છે.
આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં વેન્ટિલેટરની મોટાપાયે અછત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન