man saves baby on stroller video goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: બાઈક પરથી કૂદકો મારીને બચાવ્યો બાળકનો જીવ, લાખો લોકોના આંખમાં આવી ગયા આંસુ

VIDEO: બાઈક પરથી કૂદકો મારીને બચાવ્યો બાળકનો જીવ, લાખો લોકોના આંખમાં આવી ગયા આંસુ

 | 5:08 pm IST

સીસીટીવી કેમેરામાં ઘણી વખત અજીબ અજીબ ઘટનાઓ વાયરલ થતી રહે છે. જેના કારણે જ અમુક સારા લોકોની આપણે ખબર પડે છે અને પ્રેરણા મળે છે. એક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક શખ્સ બાળકનો જીવ બચાવવા માટે બાઈક પરથી કુદકો મારીને આવે છે. આ વીડિયો ફિલ્મમેકર Nila Madhab Pandaએ શેર કર્યો છે અને હવે લોકો આ શખ્સના વખાણ કરી રહ્યા છે તેમજ તેની હિંમત્તને દાદ આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક આગળથી એક સ્ટોલર ઝુલો ફુલ સ્પીડમાં ક્રોસ કરે છે. આ જોઈને બાઈક વાળો તરત જ કુદકો મારે છે અને બાળકનો જીવ બચાવવા માટે દોડે છે. અને બાળકને બચાવી પણ લે છે. પાછળ પાછળ બાળકની માતા પણ આવી રહી છે. જો આ બાઈકવાળા શખ્સે જીગર ન કરી હોત અને આ પગલું ન ભર્યું હોત તો ખબર નહીં શું અનર્શ થઈ જાત. પરંતુ પછી માતા અને બાળક બન્ને રાહત અનુભવે છે. લાખો લોકો આ જોઈને હરખાયા છે અને વીડિયો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન