man shaves head along with girlfriend who suffer from alopecia
  • Home
  • Featured
  • VIDEO: જાનુ-બાબુ-સોનુ બોલવાથી કંઈ ન થાય! આ યુવક-યુવતીને જોઈ લોકોએ કહ્યું-આને પ્રેમ કહેવાય

VIDEO: જાનુ-બાબુ-સોનુ બોલવાથી કંઈ ન થાય! આ યુવક-યુવતીને જોઈ લોકોએ કહ્યું-આને પ્રેમ કહેવાય

 | 7:13 pm IST

આપણે એવું ઘણી વખત સાંભળ્યું હોય કે પ્રેમમાં લોકો મરી પણ જાય છે. પરંતુ સાચો પ્રેમ જીવન જીવવા માટે કરવાનો હોય છે. આપણા પ્રેમને પ્રેમ આપવાનો હોય છે. સાથે જીવન જીવવાનો મોકો જ તો પ્રેમની ખરી વ્યાખ્યા છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. એક એવા દંપતીનો આ વીડિયો છે જે સંબંધની રીતે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ છે. પરંતુ તેનો આ મેસેજ ઘણા લોકોને પ્રેમ કેવી રીતે કરવો તે શીખવી જાય છે. તેના આ પ્રેમને જોઇને લાખો લોકો ભાવુક થઈ ગયા.

આ વીડિયો એક વાત સાબિત કરી બતાવી કે પ્રેમને તાકાત બનાવો, નબળાઇ નહીં! આ વીડિયો 30 જુલાઈએ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘તેની ગર્લફ્રેન્ડ એલોપેસીયાથી પીડિત છે, જેના કારણે રોજ તેના ઘણાં બધાં વાળ ખરે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડની ટાલ કરી નાંખેછે. તે પછી તરત જ તે તેના વાળ પણ કાપવા લાગે છે. આ જોઈને તેની ગર્લફ્રેન્ડ ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે. પ્રેમથી આલિંગન કરે છે અને પછી ચુંબન કરે છે. બંનેનો પ્રેમ જોઇને ઘણા લોકો ભાવુક થઈ ગયા. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન